Kapil Sharma ને Wheel Chair પર જોઈ ચાહકો હેરાન, Airport પર અચાનક બધાને ચોંકાવ્યા
કપિલ શર્મા વ્હીલ ચેર પર શા માટે બેસ્યા હતા તેને લઈને કોઈ યોગ્ય કારણ નથી સામે આવ્યું. કપિલ શર્માની આ તસવીર જોઈ ઘણા સવાલો સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર કપિલ શર્મા મુંબઈમાં પોતાના પોજેક્ટનનું શૂટિંગ ખતમ કરી પરત ફરી રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: કૉમેડી સ્ટાર કપિલ શર્મા હાલમાં જ મુંબઈના એરપોર્ટ પર જોવા મળ્યો હતો. પરંતુ કપિલ શર્માને એરપોર્ટ પર જોઈ ચાહલો અને તમામ લોકો હેરાન રહી ગયા જ્યારે અભિનેતાને વ્હીલ ચેર પર જોયો હતો. આ દરમિયાન કપિલે માસ્ક પણ પહેર્યું હતું. ચાહકો હેરાન થયા કે કપિલ શર્માને શું થયું છે.
હાલમાં જ કપિલ શર્મા બીજી વખત પિતા બન્યો છે. થોડા દિવસો પહેલા તેની પત્ની ગિન્ની ચતરથે દિકરાને જન્મ આપ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર કપિલ શર્મા ટૂંક સમયમાં ડિજિટલ ડેબ્યૂ કરશે.
કૉમેડિયન કપિલ શર્માને સોશિયલ મીડિયામાં પોતાની દિકરીની સાથે તસવીર શેર કરતા ઘણી વખત જોવા મળે છે. તેની સોશિયલ મીડિયામાં ફેન ફોલોવિંગ લાખોમાં છે. થોડા દિવસો પહેલા કપિલ શર્માએ પોતાની દિકરી અનાયરા સાથે ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -