અભિષેક બચ્ચનથી લઇને Hrithik Roshan સુધી, આ બોલિવૂડ કલાકારોએ એક સમયે એક્ટિંગ છોડવાનો લીધો હતો નિર્ણય
મુંબઇઃ બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનથી લઈને રિતિક રોશન સહિતના અનેક બોલિવૂડ કલાકારોએ એક તબક્કે એક્ટિંગ છોડીને અન્ય વ્યવસાયમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંજય મિશ્રાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે તેમણે એક્ટિંગ છોડી દીધી અને ઋષિકેશના એક ઢાબા પર કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે તે લાંબા સમય પછી પાછો ફર્યા ત્યારે રોહિત શેટ્ટીએ તેને રોલ ઓફર કર્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, જોધા-અકબર ફિલ્મ દરમિયાન રિતિક રોશનને ઈજા થઈ હતી. ત્યારપછી ફિલ્મ કાઈટ્સ દરમિયાન જ્યારે અભિનેતાએ સારવાર લીધી ત્યારે ડોક્ટરે કહ્યું કે, તે ફરી ક્યારેય કામ કરી શકશે નહીં. તે દરમિયાન અભિનેતાએ ફિલ્મ નિર્માણ અને સિંગિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું.
અભિષેક બચ્ચનને તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં ઘણા ઉતાર-ચઢાવ જોવા પડ્યા હતા. ત્યારબાદ અભિષેકે ફિલ્મી દુનિયા છોડીને બિઝનેસ કરવાનો નિર્ણય લીધો હતો. અભિનેતાએ કહ્યું, પરંતુ તેણે સખત મહેનત કરી અને ઈન્ડસ્ટ્રીમાં ફરી પોતાની ઓળખ બનાવી.
એક્ટર ડીનો મોરિયા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી શક્યો નથી. તેમણે પોતાની એક્ટિંગ કરિયર છોડી દીધી હતી અને મુંબઈમાં કાફેની ચેઈન ખોલી હતી. અભિનેતા છેલ્લે 2010માં આવેલી ફિલ્મ પ્યાર ઈમ્પોસિબલમાં જોવા મળ્યો હતો.
ફિલ્મ મોહબ્બતેથી ડેબ્યૂ કરનાર કિમ શર્માએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રી છેલ્લે તાજમહેલઃ ધ એટરનલ લવ સ્ટોરી ફિલ્મમાં જોવા મળી હતી. અભિનેત્રીએ લગ્ન બાદ બ્રાઈડલ ગ્રુમિંગ સ્ટુડિયો ખોલ્યો હતો.
યુકેના રિયાલિટી શો બિગ બ્રધર પછી શિલ્પા શેટ્ટીને ઘણી લોકપ્રિયતા મળી હતી. શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કરીને IPL ટીમ ખરીદી છે.
કેટરિના કૈફે એક ચેટ શો દરમિયાન કહ્યું હતું કે તેણે ફિલ્મ નમસ્તે લંડન બાદ એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, તે લોકોની વાતમાં આવી ગઈ હતી કે તેની પાસે માત્ર સુંદર ચહેરો છે, તેની પાસે ટેલેન્ટ નથી.