'હું શૂટિંગ પરથી થાકીને હૉટલના રૂમમાં આવી ને રૂમમાં જ.......' એક્ટ્રેસ Kriti Kharbandaએ શેર કર્યો શૉકિંગ ખુલાસો
Kriti Kharbanda Captured By A Hidden Camera In Hotel: ફિલ્મ અને ટીવીની દુનિયામાં અનેકવાર હીરો અને હીરોઇનો સાથે કાસ્ટિંગ કાઉચ થવાની ઘટનાઓ સામે આવે છે, હવે આ બધાની વચ્ચે વધુ એકવાર હૉટ એન્ડ યંગ એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ પોતાનો ડરાવનો અનુભવ શેર કર્યો છે. બૉલીવુડ અભિનેત્રી કૃતિ ખરબંદાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે એકવાર તેની સાથે આવી ઘટના બની હતી જેમાં તે ખૂબ જ ચોંકી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃતિ ખરબંદાએ તાજેતરમાં પોતાની સાથે જોડાયેલી એક ઘટના વર્ણવી છે. કૃતિ ખરબંદાએ જણાવ્યું કે અભિનેત્રી એક સમયે હૉટલમાં રોકાઈ હતી, જ્યારે તેની સાથે આ ડરામણી ઘટના બની હતી.
કૃતિ ખરબંદાએ કહ્યું કે હું મારી એક કન્નડ ફિલ્મના શૂટિંગ માટે આઉટડૉર પ્રવાસે હતી.
હું જે હૉટલના રૂમમાં રોકાઇ હતી તે હૉટલમાં એક વ્યક્તિ કામ કરતો હતો, જેણે તેનો કેમેરા મારા રૂમમાં લગાવી દીધો હતો.
હું થાકીને રૂમમાં આવી, પણ મને અને મારા સ્ટાફને એવી ટેવ છે કે આપણે પહેલા રૂમ ચેક કરીએ છીએ.
તે ચેકિંગમાં અમને જાણવા મળ્યું કે સેટ ટૉપ બોક્સની પાછળ એક હિડન કેમેરો સેટ કરેલો હતો.
તે સમયે આટલી બધી જાણકારી નહતી, કારણ કે તેને તે કેમેરો એવી રીતે છુપાવ્યો હતો તે એકદમ ખરાબ રીત હતી.
પરંતુ આ ઘટના મારા માટે ખૂબ જ ડરામણી હતી. આખા દિવસથી થાકીને તમે હૉટેલ પર પહોંચી જાઓ છો ,અને અહીં જ આવું થાય છે, તે જોખમી છે.