Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Chandrayaan 3 Landing: S Somanath થી લઇને M Sankaran સુધી, ભારતના ચંદ્રયાન-3 મિશનમાં ઇસરોના આ વૈજ્ઞાનિકોનું છે મહત્વનું યોગદાન
Chandrayaan 3: દુનિયાની નજર ભારતના ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર છે. ISROના જણાવ્યા અનુસાર, ભારતનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. હાલમાં ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી થોડાક કિલોમીટર દૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો આ ભારતનો બીજો પ્રયાસ છે. કાઉન્ટડાઉન શરૂ થાય તે પહેલાં ISROના અધ્યક્ષ એસ સોમનાથ અને કેટલાક અગ્રણી વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3ના મોડલ સાથે તિરુપતિ વેંકટચલપતિ મંદિરની મુલાકાત લીધી હતી અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. ચંદ્રયાન 3 માં ઘણા વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે.
એસ સોમનાથ: ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશનના માસ્ટરમાઇન્ડ્સમાંના એક છે. તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારથી ચંદ્રયાન-3, આદિત્ય-એલ1 (સૂર્ય મિશન) અને ગગનયાન જેવા મહત્વના મિશનને વેગ મળ્યો છે.
P Veeramuthuvel, પ્રોજેક્ટ ડાયરેક્ટર, ચંદ્રયાન-3: P Veeramuthuvel એ 2019માં ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે હાલના ISRO હેડક્વાર્ટર ખાતે સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. P Veeramuthuvel ચંદ્રયાન-2 મિશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
S Unnikrishnan Nair, નિયામક, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC): S Unnikrishnan Nair VSSC ના વડા અને LVM3 રોકેટના સર્જક છે. તે અને તેમની ટીમ મિશનના વિવિધ નિર્ણાયક પાસાઓની જવાબદારી સંભાળે છે.
એમ શંકરન, નિયામક UR રાવ સેટેલાઇટ સેન્ટર (URSC): એમ શંકરન UR રાવ સેટેલાઇટ સેન્ટર (URSC) માં ડિરેક્ટર છે. આ કેન્દ્ર ISRO માટે ભારતના તમામ ઉપગ્રહોનું ઉત્પાદન કરે છે. હાલમાં શંકરન દેશની જરૂરિયાતોને પહોંચી વળવા ઉપગ્રહો બનાવતી ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે.
એ રાજરાજન, ચેરમેન, લોન્ચ ઓથોરાઈઝેશન બોર્ડ (LAB): એ રાજરાજન, એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે અને હાલમાં ભારતના પ્રીમિયર સ્પેસપોર્ટ, શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર SHAR (SDSC SHAR) ના ડિરેક્ટર છે. રાજરાજન કમ્પોઝિટના ક્ષેત્રમાં નિષ્ણાત છે.
અન્ય મુખ્ય અધિકારીઓમાં મિશન ડિરેક્ટર મોહન કુમારની આગેવાની હેઠળની ટીમનો સમાવેશ થાય છે.