Most Streamed Hindi Films Of 2022: આ ફિલ્મો સૌથી વધુ વખત જોવાઈ, આલિયા-દીપિકાને પાછળ છોડી યામી ગૌતમે મારી બાજી
મંગળવારે રિસર્ચ ફર્મ - ઓરમેક્સ મીડિયાએ 2022માં OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવેલી હિન્દી ભાષાના ટોપ ફિલ્મોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં એક દર્શકનો એક વ્યુ ત્યારે માનવામાં આવે છે જ્યારે એક યુઝર એક ફિલ્મ 30 મિનીટ સુધી જુએ છે. મહત્વનું છે કે, ફિલ્મોની આ યાદીમાં કોઈ પણ બિગ બજેટ કે મોટા સ્ટારની ફિલ્મ નંબર 1 પર નથી પહોંચી શકી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં 25 મિલિયનથી વધુ વ્યુ સાથે યામી ગૌતમની ફિલ્મ અ થર્સડે' (A Thursday) પહેલા સ્થાન પર છે. આ ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવી હતી.
આ લિસ્ટમાં બીજા સ્થાન પર દીપિકા પાદૂકોણ, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ગહેરાઈયાં છે. આ ફિલ્મને 22 મિલિયનથી વધુ લોકોએ જોઈ છે.
આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર શ્રેયસ તલપડેની ફિલ્મ કૌન પ્રવીણ તાંબે છે. આ ફિલ્મને 20 મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી.
વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ જલસા આ યાદીમાં ચોથા ક્રમે છે. આ ફિલ્મને 13 મિલિયન વ્યુ મળ્યા છે.
દિવંગત બોલીવુડ સ્ટાર ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલીઝ થઈ હતી. આ ફિલ્મ 12 મિલિયન વ્યુ સાથે 5મા ક્રમે છે.
અભિષેક બચ્ચનની ફિલ્મ દસવીં આ યાદીમાં છઠ્ઠા નંબર આવી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી હતી અને તેને 10 મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી
રાધિકા આપ્ટે અને વિક્રાંત મૈસીની ફિલ્મ ફોરેન્સીક 8 મિલિયન વ્યુ સાથે સાતમા ક્રમે છે.
અનિલ કૂપર અને હર્ષવર્ધન કપૂર સ્ટારર ફિલ્મ થાર આ લિસ્ટમાં 7 મિલિયન વ્યુ સાથે આઠમા સ્થાન પર છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી હતી.
બોબી દેઓલ, વિક્રાંત મેસ્સી અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ લવ હોસ્ટેલને 6.5 મિલિયનથી વ્યુ વ્યુ મળ્યા છે અને તે 9મા સ્થાને છે.
આ યાદીમાં દસમા સ્થાને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ લૂપ લપેટા છે. આ ફિલ્મને 5.7 મિલિયનથી વધુ લોકોએ જોઈ છે.