જાપાનમાં વેકેશન એન્જોય કરી રહી છે નવ્યા નવેલી, શેર કરી સુંદર તસવીરો
અમિતાભ બચ્ચનની દોહિત્રી અને સફળ બિઝનેસ વુમન નવ્યા નવેલી નંદાએ તાજેતરમાં તેના વેકેશનની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબચ્ચન પરિવારની દોહિત્રી પૌત્રી આ દિવસોમાં જાપાનના ક્યોટો શહેરમાં મસ્તી કરી રહી છે. નવ્યા તેના વીકએન્ડનો આનંદ માણી રહી છે તે તેની તસવીરોમાં તે બધું કરતી જોવા મળે છે જે સામાન્ય રીતે પ્રવાસીઓ કરે છે.
નવ્યાએ શેર કરેલી તસવીરોમાં જાપાનનું ઓથેન્ટિક ફૂડ અને ડેલિકેસીને સ્પષ્ટપણે જોઈ શકાય છે. નવ્યા આ વસ્તુઓને ખૂબ એન્જોય કરતી જોવા મળે છે.
જાપાની કલ્ચર અને સંસ્કૃતિમાં નવ્યા સંપૂર્ણપણે રચીપચી જોવા મળી. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા નવ્યાએ લખ્યું - 'એક રવિવાર ક્યોટોમાં ...'.
હાલમાં નવ્યાનું નામ સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડવામાં આવી રહ્યું છે. જો કે બન્નેમાંથી કોઈએ આ વાતની પુષ્ટી કરી નથી.
નવ્યાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે નવ્યાને પૂછ્યું - એમસી શેર ક્યાં છે. બીજાએ લખ્યું, 'સિદ ભાઈ દેખાતા નથી.'
આ તસવીરોમાં નવ્યા જાપાની સંસ્કૃતિના કપડાં પહેરેલી પણ જોઈ શકાય છે. નવ્યાએ પરંપરાગત જાપાનીઝ ટોપી સાથે વાદળી રંગનો કીમોનો પહેરેલી પણ જોવા મળે છે. (All Photos-Instagram)