આજથી પાડો આ આદત, તકિયા વિના સૂવાના આ છે પાંચ અદભૂત ફાયદા
gujarati.abplive.com
Updated at:
13 Jun 2022 01:46 PM (IST)
1
સામાન્ય રીતે આપણને બધાને તકિયા સાથે સુવાની આદત હોય છે. તકિયા વિના ઊંઘવું કમ્ફર્ટ નથી લાગતું.જો કે તકિયા વિના સૂવાથી શરીને અનેક ગણા ફાયદા પહોંચે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જ્યારે આપણે માથા નીચે તકિયો રાખ્યા વિના જ ઊંઘીએ છીએ તો ગરદન અને પીઠના હાડકાં સીધા અને યોગ્ય પોઝિશનમાં રહે છે. જેના કારણે કમરમાં દુખાવો નથી થતો.
3
રાત્રે સૂતી વખતે 7થી 8 કલાક ચહેરો પિલોના સંપર્કમાં રહે છે. માથું એટલું ઉંચુ રહે છે. જેના કારણે માથામાં રક્તસંચારમાં સમસ્યા થાય છે અને માથામાં દુખાવો થઇ શકે છે. તકિયા વિના સૂવાથી રક્તસંચાર સારો થાય છે.
4
તકિયા વિના સૂવાથી આપને સ્પોંડલીટીએસ જેવી સમસ્યાથી પણ છુટકારો મળે છે.
5
તકિયા વિના સૂઇને માઇગ્રેનની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકાય છે.