Neha Dhupia Transformation: એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ઘટાડ્યું 23 કિલો વજન, તસવીરો જોઈ દંગ રહી જશો
અભિનેત્રી નેહા ધૂપિયા તેના બેબાક નિવેદનો અને શાનદાર અભિનય માટે જાણીતી છે, તે ફરી એકવાર તેના પરફેક્ટ ફિગરમાં પરત ફરી છે. વાસ્તવમાં, અભિનેત્રીનું તેના બાળકોની ડિલિવરી પછી ઘણું વજન વધી ગયું હતું. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ હવે અભિનેત્રીએ અદભૂત ટ્રાન્સફોર્મેશન કરીને ટ્રોલ્સને શાંત કરી દીધા છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેની વજન ઘટાડવાની સફર વિશે પણ ખુલીને વાત કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App43 વર્ષની નેહા ધૂપિયા ફેટમાંથી ફિટ થયા બાદ હવે પહેલા કરતા વધુ ગ્લેમરસ બની ગઈ છે. તાજેતરમાં જ પોતાની જર્ની વિશે વાત કરતા નેહાએ કહ્યું હતું કે, જ્યારે મેં દીકરી મેહરને જન્મ આપ્યો હતો. ત્યારે લોકડાઉન હતું. આવી સ્થિતિમાં, મેં ઘરે રહીને મારું વજન ઝડપથી ઘટાડ્યું.
નેહાએ કહ્યું કે, મે મારું વજન ઓછું કર્યું ત્યાં હું ફરીથી પ્રેગ્નેન્ટ થઈ ગઈ. કારણ કે તે સમય દરમિયાન મારું વજન વાંરવાર ઘટતુ અને ફરી વધતું હતું.
નેહાએ કહ્યું, “મેં મારા બંને બાળકોને એક વર્ષ સુધી ફીડ કરાવ્યું. જેના કારણે મને ખૂબ જ ભૂખ લાગતી હતી. તેથી વજન વધ્યું. પરંતુ હવે મેં 23 કિલો વજન ઘટાડ્યું છે. જો કે, મારા કેસમાં મારે જ્યાં પહોંચવું હતું ત્યાં હું હજી સુધી પહોંચી શકી નથી. ભવિષ્યમાં હું ચોક્કસપણે ત્યાં પહોંચીશ.”
અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે વજન ઘટાડ્યા બાદ તેના સ્વાસ્થ્યની સાથે સાથે કામમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. કારણ કે હું એવી ઈન્ડસ્ટ્રીમાંથી છું જ્યાં તમારું શરીર અને દેખાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે મેં મારા કામમાં ઘણો વધારો જોયો છે. આ ઉપરાંત, હું પણ પહેલા કરતાં વધુ સારી દેખાઉં છું.
નેહા ધૂપિયાએ પોતાના ડાયટ વિશે વાત કરતાં કહ્યું કે, મેં ખાંડ, તળેલા ખોરાક અને ગ્લુટેન ઓછું કર્યું છે.
નેહાએ કહ્યું, હું સાંજે 7:00 વાગ્યે મારા બાળકો સાથે ડિનર કરું છું, પછી સવારે 11 વાગ્યે મારા પતિ સાથે નાસ્તો કરું છું અને આ બધું ખરેખર મદદ કરે છે...
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નેહા ધૂપિયા વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી સાથે ફિલ્મ 'બેડ ન્યૂઝ'માં જોવા મળશે. ફિલ્મમાં તેનું પાત્ર પણ ખૂબ જ શાનદાર છે.
(તમામ તસવીરો નેહા ધૂપિયા ઈન્સ્ટાગ્રામ)