Ghum Hai Kisikey Pyaar Meiin ફેમ ઐશ્વર્યાએ લગ્ન પછી મનાવ્યો પ્રથમ બર્થ-ડે, પતિને કિસ કરતી તસવીર કરી શેર
મુંબઇઃ ટીવી સીરિયલ ‘ગુમ હૈ કીસી કે પ્યાર મેં’ ફેમ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના તાજેતરમાં જ લગ્ન થયા હતા. ઐશ્વર્યા આ શોમાં પત્રલેખાની ભૂમિકા નિભાવે છે જ્યારે નીલ ભટ્ટ વિરાટની ભૂમિકા નિભાવે છે. ઐશ્વર્યાએ લગ્ન પછી પોતાનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. ઐશ્વર્યાને લગ્ન પછીના પ્રથમ જન્મદિવસ પર ગિફ્ટમાં ચપ્પલ મળ્યુ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઐશ્વર્યા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી હતી. ઐશ્વર્યાએ બર્થ-ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ શેર કરી છે.
ઐશ્વર્યાએ લખ્યં કે લગ્ન બાદ આ જન્મદિવસને તેના પતિ નીલ ભટ્ટે ખૂબ ખાસ બનાવ્યો છે જેની તેને આશા નહોતી. સાથે તેને એક સ્પેશ્યલ ગિફ્ટ સ્લીપર્સ ખૂબ પસંદ આવ્યા છે.
અન્ય એક પોસ્ટમાં ઐશ્વર્યા શર્માએ નીલને કિસ કરતી બે તસવીરો શેર કરી છે. જેમાં તેણે લખ્યું કે મારો છેલ્લા વર્ષે જન્મદિવસ ખૂબ સિક્રેટ હતો કારણ કે અમે અમારા સંબંધો વિશે કોઇને જાણકારી આપી નહોતી.
વધુમાં તેણે લખ્યું કે પરંતુ આ વર્ષે જન્મદિવસ ખૂબ ખાસ છે અને આ વખતે કોઇ સિક્રેટ નથી. જે સરપ્રાઇઝ તે આપ્યું તેની કોઇ આશા નહોતી. આભાર મારા પતિ અને મને આમ કહેવામાં ગર્વનો અનુભવ થાય છે.
નોંધનીય છે કે નીલ અને ઐશ્વર્યાના લગ્ન 30 નવેમ્બરના રોજ ઉજ્જૈનમાં થયા હતા.