Parineeti Chopra Family: રૉયલ છે રાઘવ ચડ્ઢાના સાસરીયાં વાળા, સાસુ NRI તો કોઇ ડૉક્ટર, જાણો પરિણીતિની ફેમિલી વિશે...
Parineeti Chopra Family: યંગ અભિનેત્રી પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજે 24 સપ્ટેમ્બરે બંને લગ્ન કરશે. લગ્નની તમામ વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. આ સ્ટાર કપલ લગ્નના બંધનમાં બંધાય તે પહેલા અહીં અમે તમને રાઘવ ચડ્ઢાના સાસરિયા વિશે માહિતી આપી રહ્યાં છીએ, જાણો સાસુથી લઇને અન્ય લોકો શું કરી રહ્યાં છે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક જગ્યાએ નિયમ છે કે, લગ્ન પહેલા તેઓ કન્યાના પરિવારને મળે છે... તો ચાલો જાણીએ રાઘવ ચડ્ઢાના સાસરિયાઓ વિશે...
પરિણીતિ ચોપરા પંજાબી પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ પવન ચોપડા છે, જેઓ અંબાલામાં ભારતીય સેનાને સપ્લાયર છે.
તેની માતા રીના મલ્હોત્રા ચોપડા NRI છે, અને ગૃહિણી છે. પરિણીતિની માતાને પણ પેઇન્ટિંગનો શોખ છે. આ કિસ્સામાં તે એક કલાકાર પણ છે. તેમના ચિત્રો પ્રદર્શનોમાં પ્રદર્શિત થાય છે.
પરિણીતિના ભાઈ-બહેનોની વાત કરીએ તો તેના બે ભાઈઓ છે, જેમના નામ સહજ ચોપડા અને શિવાંગ ચોપડા છે.
સહજ ચોપડાનો ફૂડ અને ટ્રાવેલ બિઝનેસ છે. પરિણીતિ ઘણીવાર તેની સાથે તસવીરો શેર કરતી રહે છે.
તો શિવાંગ વ્યવસાયે ડૉક્ટર છે. તેણે લંડન કૉલેજમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો હતો.