Wedding: પરિણીતિ-રાઘવના લગ્નમાં ફોટોગ્રાફીની મનાઇ, હૉટલ સ્ટાફ બહાર નથી જઇ શકતો, જાણો શું શું બનાવવામાં આવ્યા છે નિયમો
Parineeti-Raghav Wedding: આજે બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડાના લગ્ન આપ નેતા રાઘવ ચડ્ઢા સાથે થઇ રહ્યાં છે. આ મેગા ઇવેન્ટ રાજસ્થાનના ઉદેપુરમાં ચાલી રહી છે. પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢા 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાશે. તેમના લગ્ન દરમિયાન સ્ટાફને કેટલીય એવી કડક સૂચનાઓ આપવામાં આવી છે, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. હૉટલ સ્ટાફને બહાર જવાની પણ પરમીશન નથી. જાણો પરિણીતિ-રાઘવના લગ્ન માટે બીજા કયા નિયમો બનાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપડા આજે 24 સપ્ટેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાશે. ગઈકાલે ઉદયપુરમાં રાઘવ અને પરિણીતિનું ઢોલના ધબકારા સાથે જશ્ન સાથે સ્વાગત કરવામાં આવ્યું,
પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાનો પરિવાર અને મિત્રો પણ તેમના ભવ્ય શાહી લગ્નમાં હાજર રહ્યાં છે. આ શાહી લગ્નમાં 100 ખાનગી સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.
ઇટામ્સના અહેવાલ મુજબ, લેકની વચ્ચોવચ ચારથી પાંચ બૉટ પર સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે, અહીં જેટી (બોટ સુધી બનેલ પ્લેટફોર્મ) પર વિશેષ સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં લગ્નમાં સુરક્ષા માટે પણ કડક નિયમો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, લગ્નમાં સામેલ થનાર કોઈપણ વ્યક્તિનું સંપૂર્ણ સ્કેનિંગ કરવામાં આવશે. એટલું જ નહીં આ ત્રણ દિવસ સુધી કોઈપણ કર્મચારીને કેમ્પસની બહાર જવાની મંજૂરી નથી અને તે હૉટલમાં જ રહેશે.
એટલું જ નહીં લગ્નમાં સુરક્ષા માટે પણ કડક નિયમો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ લગ્નમાં સામેલ થનાર કોઈપણ વ્યક્તિનું સંપૂર્ણ સ્કેનિંગ કરવામાં આવશે, એટલું જ નહીં આ ત્રણ દિવસ સુધી કોઈપણ કર્મચારીને પરિસર- કેમ્પસની બહાર જવાની મંજૂરી નથી અને તે કેમ્પસમાં જ રહેશે.
ઇટમ્સના અહેવાલ મુજબ, હોટલના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે લગ્નની તૈયારીઓ સાથે ફંક્શનની તસવીરો અને વીડિયો બહાર ના જાય તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હૉટલમાં પ્રવેશ કરનારાઓના મોબાઈલ કેમેરા પર વાદળી રંગની ટેપ ચોંટાડી દેવામાં આવશે જેથી કરીને તેઓ લગ્ન સમારંભ દરમિયાન કોઈ વીડિયો-ફોટોગ્રાફી ના કરી શકે. આ બ્લૂ ટેપની ખાસ વાત એ છે કે એકવાર મોબાઈલ કેમેરામાં લગાવ્યા પછી કોઈ હટાવે તો તેથી ટેપ પર તીરનું નિશાન દેખાશે. આ કારણે જ્યારે સુરક્ષા દ્વારા તપાસ કરવામાં આવશે, ત્યારે ખબર પડશે કે કેમેરાનો ઉપયોગ કરવા માટે ટેપ દૂર કરવામાં આવી છે.
ઇટમ્સના અહેવાલ મુજબ, હૉટલના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે લગ્નની તૈયારીઓ સાથે ફંક્શનની તસવીરો અને વીડિયો બહાર ન જાય તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હૉટલમાં પ્રવેશ કરનારાઓના મોબાઈલ કેમેરા પર વાદળી રંગની ટેપ ચોંટાડી દેવામાં આવશે જેથી કરીને તેઓ લગ્ન સમારંભ દરમિયાન કોઈ વીડિયો-ફોટોગ્રાફી ન કરી શકે. આ બ્લૂ ટેપની ખાસ વાત એ છે કે એકવાર મોબાઈલ કેમેરામાં લગાવ્યા પછી કોઈ હટાવે તો તેથી ટેપ પર તીરનું નિશાન દેખાશે. આ કારણે, જ્યારે સુરક્ષા દ્વારા તપાસ કરવામાં આવશે, ત્યારે ખબર પડશે કે કેમેરાનો ઉપયોગ કરવા માટે ટેપ દૂર કરવામાં આવી છે.
આ પ્રતિબંધ ખાસ કરીને હૉટેલ સ્ટાફ તેમજ ટેન્ટ, ડેકૉરેશન, સાઉન્ડ સિસ્ટમ અને શેફને લાગુ પડશે.
Itams ના અહેવાલ મુજબ, સૂત્રોએ પુષ્ટિ કરી છે કે કરણ જોહર, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, ડિઝાઇનર મનીષ મલ્હોત્રા જેવી હસ્તીઓ લગ્ન માટે આજે ઉદયપુર પહોંચે તેવી અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે, પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે મે મહિનામાં રાજધાની નવી દિલ્હીમાં એક ખાનગી પરંતુ ભવ્ય સમારોહમાં સગાઈ કરી હતી.
હાલમાં તમામની નજર આ કપલના લગ્ન પર ટકેલી છે.