Photos : આલિયા ભટ્ટ પોતાની બેગમાં રાખે છે આ 'ખજાનો'
તાજેતરમાં વોગ ઇન્ડિયાએ તેની યુટ્યુબ ચેનલ પર આલિયા ભટ્ટનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેત્રી પોતાની બેગમાં શું રાખે છે તે કહેતી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીડિયોની શરૂઆતમાં આલિયા કહે છે કે, તે એક મેસી વ્યક્તિ છે. જે એ નથી જાણતા કે તેમને પોતાની બેગમાં શું રાખવું જોઈએ તેથી તે આખું ઘર પોતાની સાથે લઈને ફરે છે.
ત્યાર બાદ અભિનેત્રી પહેલા તેની બેગમાં તેની મેકઅપ કીટ બતાવે છે. જેમાં તે મોઇશ્ચરાઇઝ રાખે છે. તે મેકઅપ પહેલા તેનો ઉપયોગ કરે છે. આ સિવાય તેની કિટમાં સનસ્ક્રીન અને ઘણાં બધાં રબરબેન્ડ પણ છે.
આલિયાની મેકઅપ કિટમાં એક નહીં પરંતુ ત્રણ-ચાર પ્રકારના લિપ બામ પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય બેગમાં લિપસ્ટિક અને આઈડ્રોપ્સ પણ છે. કારણ કે કોરોનાના સમયગાળા દરમિયાન તેની એક આંખમાં ઘણી મુશ્કેલી ઉભી થઈ હતી. તેથી જ તે તેનો ઉપયોગ કરે છે.
આ સિવાય આલિયાની બેગમાં તેના પતિ એટલે કે, રણબીર કપૂરે ભેટમાં આપેલી એક વસ્તુ પણ છે. જે ખૂબ જ સુંદર બ્રેસલેટ છે. જે રણબીરે તેને તેના જન્મદિવસ પર ગિફ્ટ કરી હતી.
આલિયાની બેગમાં આઈમાસ્ક પણ છે. જેનો તે મુસાફરી દરમિયાન ઉપયોગ કરે છે અને ક્યારેક જ્યારે તે રૂમની લાઇટ બંધ કરવાનું ભૂલી જાય છે.
હવે જ્યારે આલિયા માતા બની ગઈ છે ત્યારે તેની વસ્તુઓ સિવાય તેની પ્રિય રાહાની વસ્તુઓ પણ તેની બેગમાં રાખવામાં આવી છે. આલિયા તેની બેગમાં રાહાના મિટન્સ અને મોજાં પણ રાખે છે.
આલિયાને તેના વાળ બ્રશ કરવાનું પસંદ છે. એટલા માટે તે ચોક્કસપણે બેગમાં બ્રશ રાખે છે. આ સાથે અભિનેત્રી બેગમાં બે ગ્લાસ પણ રાખે છે.
જાણીને નવાઈ લાગશે કે આલિયાની બેગમાં એક ડોંગલ જરૂર હોય છે. જેથી જ્યારે પણ તેને ઈન્ટરનેટની જરૂર પડે ત્યારે તે તેનો ઉપયોગ કરે. આલિયા ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે.