Photos : હોરર ફિલ્મના શૂટિંગ વખતે બિપાશા બસુ સાથે જંગલમાં ઘટી હતી વિચિત્ર ઘટના
બિપાશા બાસુ અને ડીનો મોરિયાની ફિલ્મ 'રાઝ' વર્ષ 2002માં રીલિઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. અભિનેત્રીની આ ફિલ્મે ખરેખર લોકોના દિલને હચમચાવી નાખ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ શું તમે જાણો છો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન બિપાશા સાથે કંઈક આવું જ થયું હતું જેનાથી તે ખૂબ ડરી ગઈ હતી? આ વાતનો ખુલાસો બિપાશાએ પોતે ફિલ્મના 20 વર્ષ પૂરા થવા પર ઈન્સ્ટાગ્રામ પર કર્યો હતો.
આ હોરર ફિલ્મનું શૂટિંગ મોટાભાગે ઉટીના જંગલોમાં થયું હતું. જેથી ફિલ્મ જોતી વખતે લોકો ખરેખર ડર અનુભવી શકે. પરંતુ ત્યારે કોઈને ખબર ન હતી કે આ લોકેશન્સ બિપાશાની રાતોની ઉંઘ જ હરામ કરી નાખશે.
એક વખત જ્યારે જંગલમાં અડધી રાત્રે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે સીન મુજબ બિપાશાને નાઈટી પહેરીને જંગલમાં જવાનું હતું. તે દરમિયાન બિપાશાના ડરની રિયલ એક્સપ્રેશન મેળવવા દિગ્દર્શક વિક્રમ ભટ્ટે જે કર્યું જેનાથી અભિનેત્રીની રીતસરની હાલત ખરાબ થઈ ગઈ હતી.
શૂટિંગ પહેલાં વિક્રમ ભટ્ટે બિપાશાને જાણ કર્યા વિના જંગલોમાં ગોંગ્સ સેટ કરાવી દીધા હતાં. જ્યારે દ્રશ્યો શૂટ થઈ રહ્યા હતા ત્યારે તેણે અચાનક તે ગોંગ વાગાડ્યો. જેના કારણે બિપાશા ડરના કારણે બેહાલ બની ગઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગી. આ સીન પણ ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે.
હાલ બિપાશા પોતાના પતિ અને એક્ટર કરણ સિંહ ગ્રોવર અને દીકરી દેવી સાથે એક્ટિંગથી દૂર ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.