Photos : ઘરનું ઘર ખરીદવાના બદલે આજે પણ લાખો રૂપિયા ભાડુ ચુકવે છે આ સેલેબ્સ
મુંબઈમાં લોકોને સેલેબ્સના બંગલા કે ઘરની સામે ફોટોગ્રાફ્સ લેવાનો ખૂબ જ શોખ હોય છે. શાહરૂખ ખાનનું મન્નત હોય કે અમિતાભ બચ્ચનની જલસા. આ ઘરોને જોવાનો લોકોમાં ઘણો ક્રેઝ છે. જો કે, કેટલાક બોલિવૂડ સેલેબ્સ એવા છે જેઓ હજુ પણ માયાનગરીમાં ભાડાના મકાનમાં રહે છે અને ભાડા તરીકે લાખો રૂપિયા ચૂકવે છે. શું તમે જાણો છો આવા સેલેબ્સ વિશે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિકી કૌશલ અને કેટરીના કૈફે ડિસેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ લગ્ન પછી બંને જુહુના એક એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા હતા. જેનું ભાડું 8 લાખ રૂપિયા પ્રતિ માસ છે. આ માટે તેમણે 1.75 કરોડ રૂપિયાની ડિપોઝીટ પણ આપી છે.
જેકલીન ફર્નાન્ડિસ થોડા સમય પહેલા સુધી પ્રિયંકા ચોપરાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, તે 6.78 લાખ રૂપિયા ભાડું આપતી હતી.
આ યાદીમાં કાર્તિક આર્યનનું નામ પણ સામેલ છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, તે 30 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે. જેના માટે તે દર મહિને 7.5 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે. આ એપાર્ટમેન્ટ શાહિદ કપૂરનો છે.
કૃતિ સેનન જુહુમાં ભાડાના ડુપ્લેક્સમાં રહે છે. અમિતાભ બચ્ચન તેમના મકાનમાલિક છે. TOIના રિપોર્ટ અનુસાર, તે દર મહિને 10 લાખ રૂપિયા ભાડું ચૂકવે છે. તેણે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 60 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ માધુરી દીક્ષિત વર્લીના એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને દર મહિને 12.5 લાખ રૂપિયાનું ભાડું આપતી હતી.