ડિનર ડેટ પર લેડી લવ Saba Azadની સાથે સ્પૉટ થયો Hrithik Roshan, ગર્લફ્રેન્ડ માટે પ્રૉટેક્ટિવ દેખાયો, જુઓ.....
Hrithik Roshan Saba Azad Dinner Date: બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન ગુરુવારે રાત્રે પોતાની લવ લેડી સબા આઝાદ સાથે ડિવર ડેર પર નીકળ્યો હતો. આ દરમિયાન બન્નેને એક રેસ્ટૉરન્ટની બહાર સ્પૉટ કરવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસામમાં પોતાની મૉસ્ટ અવેટેડ ફિલ્મ ફાઇટરનુ પહેલુ શિડ્યૂલ પુરુ કર્યા બાદ ઋત્વિક રોશન મુંબઇ પરત આવી ગયો છે. હેન્ડસમ હન્કને તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડની સાથે અંધેરી, મુંબઇમાં સ્પૉટ કરવામાં આવ્યો હતો, બૉલીવુડનું આ લવિંગ કપલ ગુરુવારે રાત્રે અંધેરીની એક જાણીતી રેસ્ટૉરન્ટમાં ડિનર માટે નીકળ્યુ હતુ.
ઋત્વિક રોશન અને સબા આઝાદની લેટ નાઇટ આઉટિંગની તસવીરો અને વીડિયો હવે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
તસવીરો અને વીડિયોમાં ઋત્વિક રોશન પોતાની લેડી લવ સબા આઝાદમાટે રેસ્ટૉરન્ટમાંથી બહાર નીકળતા રસ્તો બનાવતા દેખાઇ રહ્યાં છે.
હંમેશાની જેમ એક ગ્રે હુડ વાળા પુલોવરમાં ઋત્વિક એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેને આની સાથે ઓલિવ કલર કાર્ગો પેર કર્યુ હતુ. વળી, સબા લેસ ટૉપમાં ખુબ સુંદર લાગી રહી હતી, જેને તેને બેગી ડેનિમ ટ્રાઉઝર અને સ્ટેટમેન્ટ ઇયરિંગ્સની સાથે પેર કર્યુ હતુ.
રિપોર્ટ્સનુ માનીએ તો ઋત્વિક રોશન અને સબા આઝાદ કૉમન ફ્રેન્ડ્સ દ્વારા એકબીજાને મળ્યા હતા, અને થોડાક મહિનાઓ બાદ તેમનું ડેટિંગ શરૂ થઇ ગયુ હતુ.
ભલે આ જોડીએ અત્યાર સુધી પોતાના સંબંધો પર કોઇ સ્ટેટમેન્ટ ના આપ્યુ હોય, પરંતુ તેમને તાજેતરમાં જ કેટલીય ઇવેન્ટ્સમાં એક સાથે પબ્લિક અપીયરન્સ નોંધાવીને આને ઓફિશિયલી બનાવી દીધુ છે. વળી, ઋત્વિક અને સબા હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની પીડીએની સાથે ફેન્સને એટ્રેક્ટ કરતાં રહે છે.
તાજેતરમાં જ, એવી પણ રૂમર હતી કે કપલ જલદી સાથે રહેવાના છે, જોકે, ઋત્વિક રોશને પિન્કવિલાને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન આ ખબરોને ફગાવી દીધી હતી.