Happy B'day Sonakshi Sinha: બાળપણથી લઇને અત્યાર સુધી કેટલો બદલાઇ ગયો સોનાક્ષી સિન્હાનો લૂક, જુઓ અહીં.......
Happy Birthday Sonakshi: બૉલીવુડની ચુલબુલી એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)નો આજે જન્મદિવસ છે. 2 જૂન 2022એ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha Birthday) પોતાનો 35મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. સોનાક્ષીના ચાહકોનુ લિસ્ટ ખુબ લાંબુ છે. જાણો અહીં તેના જન્મદિવસ પ્રસંગે તેની સાથે જોડાયેલી દિલચસ્પ વાતો.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે તમને બતાવવા જઇ રહ્યાં છીએ કે સોનાક્ષી સિન્હાની બાળપણથી લઇને અત્યાર સુધીની તસવીરો. જેને જોઇને તમે પણ કહેશો કે આટલા વર્ષોમાં એક્ટ્રેસનો લૂક કેટલો બદલાઇ ગયો છે.
પિતા સાથે દેખાઇ રહેલી નાની સોનાક્ષી આ તસવીરોમાં કેટલીક ક્યૂટ લાગી રહી છે.
શું તમે જાણો છો કે શુત્રઘ્ન સિન્હા પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા હતા, તો સોનાક્ષીની સાથે હંમેશા હથિયારબંધ સિક્યૂરિટી ગાર્ડ રહેતા હતા, જે તેને ખુબ વિચિત્ર લાગતા હતા. આને લઇને સોનાક્ષીએ સ્કૂલ છોડવા સુધીની ધમકી આપી દીધી હતી.
સોનાક્ષીએ માત્ર મુંબઇ લૉકલ ટ્રેનમાં સફર કરવા માટે દુરની કૉલેજમાં એડમિશન લીધુ હતુ. જેથી તે દોસ્તોની સાથે ખુલીને સફર કરી શકે.
શું તમે જાણો છો કે એક સમયે સોનાક્ષી સિન્હાનો ક્રશ એક્ટર ઋત્વિક રોશન હતો. તે સમયે સોનાક્ષી 13 વર્ષની હતી. જ્યારે ઋત્વિક રોશનની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ આવી હતી.
આ તસવીરમાં પિતાની પાછળ હાથોમાં ગુલદસ્તો પકડીને ઉભી રહેલી સોનાક્ષી કેટલી ક્યૂટ લાગી રહી છે.
સોનાક્ષી ભલે હવે સ્લીમ ટ્રીમ છે, પરંતુ ફિલ્મોમાં આવ્યા પહેલા તેનુ વજન 90 કિલોગ્રામ હતુ.
સોનાક્ષી હવે એકદમ સુંદર અને ગ્લેમરસ થઇ ગઇ છે, અને એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ પોતાની નવી બ્રાન્ડ લૉન્ચ કરી છે, જે નેલ્સની છે.