Pranitha Subhashએ બાથટબમાં ફ્લૉન્ટ કર્યો બેબી બમ્પ, તસવીરો આવી સામે, જુઓ Pics.....
Pranitha Subhash Pics: સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ પ્રણિતા સુભાષ (Pranitha Subhash) ખુબ જ લોકપ્રિય છે. તાજેતરમાં જ પ્રણિતા સુભાષે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેગનન્સી પીરિયડનો લુત્ફ ઉઠાવતી પ્રણિતા સુભાષે બે તસવીરો શેર કરી છે, જેમાં તમે જોઇ શકો છો કે પ્રણિતા સુભાષ કેટલી ખુશ છે, અને પોતાના આવનારા બાળકને લઇને મુસ્કુરાઇ રહી છે.
આવુ પહેલીવાર નથી બન્યુ કે પ્રણિતા સુભાષે આ રીતે પોતાનો બેબી બમ્પ બધાની સામે ફ્લૉન્ટ કર્યો હોય. આ પહેલા પણ અનેકવાર એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર આવી તસવીરો શેર કરી ચૂકી છે.
પ્રણિતાએ વર્ષ 2020માં કૉવિડના કારણે પોતાના લગ્નનો પ્રૉગ્રામ પ્રાઇવેટ રાખ્યો હતો. એક બિઝનેસ મેનની સાથે લગ્નના બંધનમાં બંધાનારી પ્રણિતા સુભાષ બહુજ જલદી માં બનવાની છે.
પ્રણિતા સુભાષની આ તસવીરોમાં એક વાતનો અંદાજ આસાનીથી લગાવી શકાય છે, કે પ્રણિતા પોતાના વૈવાહિક જીવનથી ખુબ ખુશ છે, અને નાના મહેમાનના આગમન માટે ખુબ ઉત્સુક છે.
ઉલ્લેખનીય છે કે, પ્રણિતા સુભાષે વર્ષ 2010માં ફિલ્મ પોકિરીથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યુ હતુ. આની સાથે જ તેને કેટલીય સાઉથ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો છે. એટલુ જ નહીં વર્ષ 2021માં ફિલ્મ હંગામા 2થી પ્રણિતાએ હિન્દી સિનેમા પણ પોતાનો પગ મુક્યો છે.