Photos : સારાએ સ્કૂલમાં એવો તો કાંડ કરેલો કે સસ્પેન્ડ થતા થતા રહી ગયેલી
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને તેના ટૂંકા કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. સારા જે સ્ક્રીન પર દરેક પાત્રને શ્રેષ્ઠ રીતે ભજવે છે, તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ ચુલબુલી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેનો પુરાવો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વારંવાર જોવા મળે છે. જ્યાં તે સતત પોતાના જીવનની અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. પરંતુ આજે અમે તમને સારાના જીવનની તે કહાની જણાવી રહ્યા છીએ જ્યારે તેણીને તેની મસ્તી ના કારણે શાળામાં ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
આ વાતનો ઉલ્લેખ ખુદ સારા અલી ખાને પોતાના ઈન્ટરવ્યુમાં કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે, સ્કૂલમાં પ્રૅન્ક કરવું તેને ભારે પડી ગયું હતું. તેણે ક્લાસમાં પંખા પર મોટા પ્રમાણમાં ગુંદર લગાવી દીધો હતો. પણ જ્યારે પંખો ચાલુ કરવામાં આવ્યો ત્યારે આખા ક્લાસમાં ગુંદર ફેલાઈ ગયો હતો.
આ પ્રૅન્ક પછી સારાને તેના પ્રિન્સિપાલે ઘણી ઠપકો આપ્યો હતો. જો કે, પ્રિન્સિપાલે તેને સસ્પેન્ડ નહોતી કરી પણ આકરી ચેતવણી આપીને તેને છોડી દીધી હતી.
સારાએ વર્ષ 2018માં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી છેલ્લી વખત વિકી કૌશલ સાથે 'ઝરા હટકે જરા બચકે'માં જોવા મળી હતી.
સારા અલી ખાન અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની પુત્રી છે. સારાને એક ભાઈ ઈબ્રાહિમ અલી ખાન પણ છે.