Photos : એ રાત્રે નશામાં ધૂત જેકી શ્રોફે તબુ સાથે શું કરેલું?
એકવાર તબ્બુ તેની બહેન અને પ્રખ્યાત અભિનેત્રી ફરાહ નાઝ સાથે અભિનેતા ડેનીના ઘરે પાર્ટીમાં ગઈ હતી. જ્યાં હાજર જેકી શ્રોફે નશાની હાલતમાં તેની સાથે આવું કૃત્ય કર્યું હતું. જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના વર્ષ 1986ની છે. જ્યારે જેકી શ્રોફ ફરાહ નાઝ સાથે ફિલ્મ 'દિલજલે'માં કામ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન, તેઓ ઘણીવાર તેમના કોસ્ટાર ડેનીના ઘરે સાથે પાર્ટી કરતા હતા.
જ્યારે ફરાહ એક રાત્રે તબ્બુ સાથે તેની પાર્ટીમાં પહોંચી તો ત્યાં કંઈક એવું થયું કે જોઈને બધા દંગ રહી ગયા.
જેકીએ પાર્ટીમાં ખૂબ દારૂ પીધો હતો અને દારૂના નશામાં તેણે તબ્બુને જબરદસ્તીથી કિસ કરવાનું શરૂ કર્યું હતું. જોકે જેમતેમ કરીને ડેનીએ જેકીને સંભાળ્યો હતો અને તેને અભિનેત્રીથી દૂર લઈ ગયો હતો.
તે રાત્રે તો મામલો માંડ માંડ કાબૂમાં આવ્યો પરંતુ બીજા જ દિવસે આ ઘટનાને લઈને હોબાળો મચી ગયો હતો. જ્યારે ફરાહે મીડિયામાં તેને લઈને હોબાળો મચાવ્યો હતો.
આ સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ થોડા સમય બાદ તબ્બુ અને ફરાહે મામલો થાળે પાડ્યો અને કહ્યું કે આ બધી ગેરસમજ હતી.
પરંતુ આ ઘટના બાદ તબ્બુએ ક્યારેય જેકી સાથે કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. ફરાહની વાત કરીએ તો તેનું કરિયર લાંબુ ટકી શક્યું નહીં. હાલ અભિનેત્રી બહુ ઓછી ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય છે. તબ્બુ છેલ્લે અજય દેવગન સાથે ફિલ્મ 'ભોલા'માં જોવા મળી હતી.