પત્ની નતાશા સાથે આ લક્ઝૂરિયસ ઘરમાં રહે છે વરુણ ધવન, ક્યાં છે ને ક્યારે ખરીદ્યુ હતુ આ આલિશાન ઘર, તસવીરોમાં જુઓ ઘરની ઝલક....
મુંબઇઃ થોડાક સમય પહેલા પોતાના બાળપણની પ્રેમિકા સાથે લગ્ન કરનારો બૉલીવુડ એક્ટર વરુણ ધવન આજકાલ પોતાની મેરિડ લાઇફને જબરદસ્ત રીતે એન્જૉય કરી રહ્યો છે. વરુણે પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા છે. વરુણ-નતાશા મુંબઇના જુહુમાં આવેલા એક આલિશાન ઘરમાં રહે છે. આ ઘરને વરુણ-નતાશા બન્નેની પસંદને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવ્યુ છે, જુઓ ઘરની સુંદર અને લક્ઝરિયસ તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરુણના આ ઘરમાં કેટલાય આલિશાન બેડરૂમની સાથે સાથે તમામ લગ્ઝરી સુવિધાઓ અવેલેબલ છે. રિપોર્ટનુ માનીએ તો વરુણે આ ઘર વર્ષ 2017માં ખરીદ્યુ હતુ.
લગભગ 4 વર્ષ બાદ પણ વરુણે પોતાના આ ઘરને એકદમ નવા જેવુ રાખ્યુ છે. જ્યાં કોઇ વસ્તુમાં કોઇ ફેરફાર નથી કર્યો. વરુણના આ શાનદાર ફ્લેટમાં જિમ પણ છે. જ્યાં તે કેટલીય વાર વર્કઆઉટ પણ કરે છે, અને વીડિયો પણ શેર કરતો રહે છે.
વરુણે પોતાના લેવિંગ એરિયામાં એક મોટી સી બ્લેક ડાઇનિંગ ટેબલ લગાવી છે, જે એકદમ અમેઝિંગ લાગી રહી છે.
વરુણના લિવિંગ રૂમમાં સુંદર સફેદ હાઇ-બેક સોફા સેટ છે, જે લિવિંગ રૂમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
વરુણ બહુ ઓછા સમયમાં બૉલીવુડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવામા સફળ રહ્યો છે. તેને છેલ્લી ફિલ્મ કુલી નંબર વન કરી હતી, જેમાં તે સારા અલી ખાન સાથે દેખાયો હતો. આજકાલ તે પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે બિઝી છે.
વરુણ પોતાના ઘરમાં અવારનવાર તસવીરો પણ ખેંચાવે છે, અને તેને પૉસ્ટ પણ કરતો રહે છે.
લૉકડાઉન દરમિયાન પણ તેને કેટલાય સારા વીડિયોઝ અને તસવીરો ઘરમાંથી ક્લિક કરીને પૉસ્ટ કરી હતી.
(Photos- Instagram)