Gujarat Lockdown Update: ગુજરાતમાં શાળા-કોલેજો બંધ કરી દેવાશે ? રૂપાણી સરકાર ક્યારે લેશે નિર્ણય ? રૂપાણીએ શું કહ્યું ?
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં ચાર મોટાં શહેરો સુરત, અમદાવાદ અને રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્યના બીજા વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર શાળા-કોલેજો બંધ કરશે કે નહીં એ સવાલ પૂછાઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શાળા-કોલેજો ચાલુ રાખવી કે નહીં સંદર્ભે અને આવનાર તહેવારોની ઉજવણી સંદર્ભે આજે બેઠક કરીશું ને પછી જાહેરાત કરીશું. તેમણે કહ્યું કે, આજની બેઠકમાં શાળા-કોલેજો ચાલુ કરવા ઉપરાંત પરીક્ષા લેવા અંગે પણ નિર્ણય કરીશું. રાજ્યની ઘણી શાળાઓમાં કોરોનાના કેસો ધડાધડ આવવા માંડતાં સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. આ કારણે રાજ્યની તમામ સ્કૂલ-કોલેજો બંધ કરવાની માગ ઉઠી છે. સ્કૂલોમાં લેવાનારી પરીક્ષા પણ ઓફલાઈન નહી પણ ઓનલાઈન લેવાની માગ થઈ રહી છે.
રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં હાલમાં ફરીથી લોકડાઉન લગાવવાનું સરકારનું કોઇ આયોજન નથી અને હાલમાં રાજ્ય સરકાર નાઈટ કરફ્યુનો કડક અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોના કેસ સતત વધી રહ્યા છે અને માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, આ બેઠક પછી રાજ્ય સરકારે ગઇકાલે અધિકારીઓ સાથે વીડિયો કોંફરન્સ કરી હતી.
રૂપાણીએ દાવો કર્યો કે, કોરોનાને રોકવા માટે રાજ્ય સરકારે વ્યાપક પગલાં લીધાં છે અને વેકસીનની કામગીરીમાં વેગ આણવા કહ્યું છે. 3 લાખ લોકોને 1 દિવસમાં રસી અપાય તે બાબતે સૂચના આપી છે અને ટેસ્ટિંગમાં પણ દરરોજ વધારો કરવાંમાં આવશે. રાજ્ય સરકાર દ્વારા દિવસ માં 60 હજાર લોકોના ટેસ્ટિંગ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના અટકાવવા ટ્રેસિંગ કરવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારે આગાઉ સારી રીતે કોરોના સામે લડત આપી હતી અને આ વખતે પણ લડત આપીશું.