Photos : અભિનેત્રી બિપાસા બસુ કેમ પોતાની સાથે રાખે છે હથોડી?
બિપાશા બાસુનું નામ ઈન્ડસ્ટ્રીની હોટ એક્ટ્રેસમાં સામેલ છે. જેણે પોતાના કરિયરમાં નો એન્ટ્રી, ધૂમ 2, રાઝ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભલે અભિનેત્રી હવે ફિલ્મોમાં સક્રિય નથી પરંતુ તેની સુંદરતાની ચર્ચાઓ આજે પણ બોલિવૂડ કોરિડોરમાં સાંભળવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ખૂબસૂરત અભિનેત્રી પોતાની સાથે એક હથોડો રાખેની ફરે છે. સાચુ ના માનતા હોવ તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે.
બિપાશા સાથે એક રાત્રે આવી જ એક ઘટના બની હતી. જેનો આતંક આજે પણ તેમના આત્માને ધ્રૂજવાઈ દે છે. આ ઘટના એ જમાનાની છે જ્યારે તે મોડલ કરતી હતી.
એક રાત્રે જ્યારે બિપાશા બાસુ ફેશન શોમાંથી પીજી પરત ફરી રહી હતી તો કેટલાક ગુંડાઓ તેની પાછળ પડ્યા હતા. તે ગુંડાઓએ ઘણે દૂર સુધી અભિનેત્રીનો પીછો કર્યો હતો. જ્યારે કાર ચાલકને ખબર પડી કે તેણી મુશ્કેલીમાં છે ત્યારે તેણે સમજણ દાખવી અને તરત જ પીજીના માલિકને ફોન કર્યો અને બધું કહ્યું હતું.
ત્યાર બાદ બિપાશાના પીજીના માલિકે અભિનેત્રીની મદદ કરી અને તે સુરક્ષિત રીતે પીજીમાં પરત ફરવામાં સફળ રહી. આ વાતનો ખુલાસો બિપાશાએ પોતે એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો હતો. આ ઘટના બાદ તે હંમેશા પોતાની સાથે હથોડી રાખવા લાગી હતી.
જણાવી દઈએ કે બિપાશાએ ટીવી અને બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ આ કપલ એક દીકરી દેવીના માતા-પિતા બન્યા છે.