Amala Paul Photo: વ્હાઈટ સાડીમાં જન્નતની પરી લાગી અમાલા પોલ, તસવીરો થઈ વાયરલ
Amala Paul Career: એક્ટ્રેસ અમાલા પોલ આ દિવસોમાં ચર્ચામાં છે. સાડી લુકમાં અભિનેત્રીએ સુંદર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમાલા પોલ સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તેણે વર્ષ 2008માં નીલથમારાથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
એક ઉત્તમ અભિનેત્રી હોવા ઉપરાંત તે એક ફિલ્મ નિર્માતા પણ છે. લોકો તેની એક્ટિંગના દિવાના છે.
અમાલા પોલે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે.
અભિનેત્રીની ફિલ્મ Aadai ચર્ચામાં રહી હતી. જેમાં અમાલાએ એક ન્યૂડ સીન આપ્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી.
અમાલા પૉલ માટે આ સીનનું શૂટિંગ ઘણું મુશ્કેલ હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે તેણે 15 લોકોની સામે ન્યૂડ સીન શૂટ કર્યો હતો.
આ સિવાય અમાલા પોલ મહેશ ભટ્ટની વેબ સિરીઝ રંજીશ હી સહીમાં જોવા મળી હતી.
તેણે તમિલમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અમલાએ નાગા ચૈતન્ય, રામ ચરણ, અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.