Met Gala 2023: મેટ ગાલા ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરાની રોયલ એન્ટ્રી, જુઓ ગોર્જિયસ તસવીરો
Met Gala 2023 : પ્રિયંકા ચોપરા ગ્લેમર માટે કોઈ નવું નામ નથી. અભિનેત્રી તેની સ્ટાઈલના કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં પ્રિયંકાના મેટ ગાલા ઈવેન્ટ 2023નો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી તેના પતિ સાથે કાળા વસ્ત્રોમાં ગાલા ઇવેન્ટમાં પહોંચી હતી. પ્રિયંકાએ બ્લેક વેલેન્ટિનો થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. આ દરમિયાન બધાની નજર અભિનેત્રીના ડાયમંડ નેકલેસ પર ટકેલી હતી.
ગ્લોબન આઈકને મેટ ગાલા 2023માં 11.6-કેરેટ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. આ સ્ટેટમેન્ટ પીસ બુલગારીનું હતું. જો કે જે બાબતે ધ્યાન ખેચ્યુ તે પ્રિયંકાના નેકલેસની કિમત હતી.
વાયરલ થઈ રહેલી ટ્વિટ અનુસાર પ્રિયંકાના નેકપીસની કિંમત 25 મિલિયન ડોલર એટલે કે લગભગ 204 કરોડ રૂપિયા છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, મેટ ગાલા પછી પ્રિયંકા ચોપરાના USD 25 મિલિયન બલ્ગારી ઓફિશિયલ નેકલેસની હરાજી કરવામાં આવશે.
જ્યારે પ્રિયંકાએ ગાલા ઈવેન્ટમાં બોલ્ડ ગાઉનમાં એન્ટ્રી કરી ત્યારે તેનું જોરથી તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું.
અભિનેત્રીની સાથે તેના પતિ અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ પણ હતા. પ્રિયંકા તેના પતિનો હાથ પકડીને ગાલા પર પહોંચી હતી. આ દરમિયાન કપલે સાથે મળીને રેડ કાર્પેટ પર પેપ્સ માટે જોરદાર પોઝ આપ્યા હતા.
વર્ક ફ્રન્ટ પર પ્રિયંકા તેની તાજેતરમાં રિલીઝ થયેલી અમેરિકન વેબ સીરિઝ 'સિટાડેલ' માટે હેડલાઇન્સમાં છે. એક્શન થ્રિલર સિરીઝને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.
પ્રાઇમ વિડિયો વેબ સિરીઝ 'સિટાડેલ'માં રિચાર્ડ મેડન, સ્ટેનલી તુચી અને લેસ્લી મેનવિલે પણ અભિનય કર્યો છે. બીજી તરફ, વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુ 'સિટાડેલ'ના ઇંડિયન વર્ઝનમાં હશે.