Pulkit-Kirti Wedding:સલામાન ખાનની બહેનના 11 મહિનમાં થયા ડિવોર્સ, હવે આ ફેમસ એક્ટ્રેસ સાથે કરશે લગ્ન
Pulkit-Kirti Wedding: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના 15 માર્ચે દિલ્હીના ITC ગ્રાન્ડમાં ગ્રાન્ડ મેરેજ સેરેમની યોજાશે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. જો કે પુલકિતના આ બીજા લગ્ન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ કૃતિ ખરબંદા સાથે તેના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. આ કપલ દિલ્લીમાં સાત ફેરા લેશે. જોકે, પુલકિતે આ પહેલા સલમાન ખાનની રાખી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ એક વર્ષમાં જ તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને તેમના છૂટાછેડા થઈ ગયા.
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન પણ આજથી શરૂ થઈ ગયા છે.
જોકે, કૃતિ ખરબંદા સાથે સંબંધમાં આવતા પહેલા પુલકિતે વર્ષ 2014માં સલમાન ખાનની માનેલી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા પણ એક અભિનેત્રી છે. સાથે કામ કરતી વખતે પુલકિત અને શ્વેતા એકબીજાને પસંદ કરવા લાગ્યા અને પછી તેઓ ડેટિંગ કરવા લાગ્યા. બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, લગ્નના 11 મહિનામાં જ તેમનો સંબંધ તૂટી ગયો અને તેઓ અલગ થઈ ગયા
મિડ ડેના એક રિપોર્ટ અનુસાર, પુલકિત અને શ્વેતાના લગ્ન તૂટવાનું કારણ વર્ષ 2015માં શ્વેતાની મિસકેરેજ હતી. મિસકેરેજ બાદ તબિયત વધુ ખરાબ થતાં શ્વેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
શ્વેતાએ મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે તેનું મિસકેરેજ થયું ત્યારે પુલકિતે યામીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને યામીના કારણે તેના લગ્ન તૂટી ગયા હતા.
જોકે, પુલકિતે યામી સાથેના અફેરના સમાચારોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું હતું- જ્યારે કસુવાવડ થઈ ત્યારે યામી આ તસવીરમાં પણ નહોતી. પુલકિતે આગળ કહ્યું-મિસકેરેજનાના સમાચાર જાણીને હું ચોંકી ગયો હતો. મને લાગ્યું કે આ કપલની અંગત બાબત છે. અમારા બંને માટે આ મુશ્કેલ સમય હતો. આ વાતને જાહેરમાં લાવવી યોગ્ય નથી. એ લેખ વાંચ્યા પછી મારો અને શ્વેતાનો સંબંધ ખતમ થઈ ગયો કારણ કે, જે વાત કરી તે સાચી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટરે શ્વેતા પર તેની ઈમેજ ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.