Salman Khan With Indian Navy: સલમાને નેવીના જવાનો સાથે મુલાકાત કરી, પુશઅપ્સ કર્યા અને રસોઈ પણ બનાવી
બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન અવારનવાર સમાચારોમાં રહે છે. હવે તે ભારતીય નૌકાદળના સૈનિકોને લઈ હેડલાઈન્સ બનાવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાન ભારતીય નેવીને મળવા વિશાખાપટ્ટનમ પહોંચ્યો હતો, જ્યાં તેણે સૈનિકો સાથે ઘણો સમય વિતાવ્યો હતો અને ખૂબ જ મસ્તી કરી હતી.
ભાઈજાનની તસવીરો સામે આવી છે, જેમાં સલમાન ખાન સૈનિકો સાથે અલગ-અલગ અંદાજમાં જોવા મળી શકે છે.
એક તસવીરમાં તે સૈનિકોની વચ્ચે તિરંગો લહેરાવતો જોવા મળી રહ્યો છે તો બીજી તસવીરમાં સલમાન બધાની સાથે હસતો જોવા મળી રહ્યો છે.
એટલું જ નહીં, અભિનેતાએ સૈનિકોની સાથે એક હાથે પુશઅપ્સ પણ કર્યા અને રસ્સી ખેંચની રમત પણ રમી હતી.
સલમાન ખાન હાથમાં પેન-કાગળ સાથે પણ જોઈ શકાય છે, જ્યાં તે સૈનિકોને ઓટોગ્રાફ આપી રહ્યો છે.
આ સાથે સલમાન ખાન નેવીના રસોડામાં પણ જોવા મળ્યો હતો, જ્યાં તેણે સૈનિકો માટે રોટલી બનાવી અને પોતાની સરળ શૈલીથી લોકોના દિલ જીતી લીધા.
દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સલમાન ખાને નેવીના જવાનો સાથે આ મુલાકાત કરી છે. સલમાન ખાનની આ ફોટોને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.