Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
‘તુમ બિન’ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયેલી સંદલી સિન્હા, લાઇમલાઇટથી છે દૂર, જાણો શું કરે છે આજે
Tum Bin Actress Sandali Sinha: સંદલી સિંહાએ 2001માં આવેલી ફિલ્મ 'તુમ બિન'માં શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રિયાંશુ ચેટર્જી, હિમાંશુ મલિક અને રાકેશ બાપટ જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ પછી એવું લાગ્યું હતું કે સંદલી ફિલ્મોમાં લાંબી ઈનિંગ્સ રમશે, પરંતુ એવું થયું નહીં. સંદલીની કારકિર્દીમાં બહુ મોટા ઉતાર ચઢાવ આવ્યા અને આખરે તે ફિલ્મોમાંથી અચાનક જ ગાયબ થઈ ગઈ.
તુમ બિનની સફળતા પછી, અભિનેત્રી કોઈ ખાસ કરિશ્મા ન બતાવી શકી નહી,, જેના પછી તેને સાઈડ રોલ મળવા લાગ્યા. સંદલી ફિલ્મ 'પિંજર' અને 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયો'માં સાઈડ રોલમાં જોવા મળી હતી.
જ્યારે ફિલ્મોમાં સંદલીનો સિક્કો ન જામ્યો ત્યારે તેણે 2005માં બિઝનેસમેન કિરણ સાલસ્કર સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ સંદલીએ 7-8 વર્ષના બ્રેક બાદ સાઉથની ફિલ્મોમાં કમબેક કર્યું હતું.
સંદલી સિન્હા સાઉથની ફિલ્મોમાં પણ કંઈ ખાસ બતાવી શકી ન હતી અને અંતે તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી હતી.
હાલમાં સંદલી તેના પતિ કિરણ સાલસ્કરનો બિઝનેસ જોઈ રહી છે. સંદાલી દેશની સૌથી મોટી બેકરીઓમાંની એક છે, તે કન્ટ્રી ઓફ ઓરિજિન સંભાળે છે.
તેણીએ તેના પતિ કિરણ સાલસ્કર સાથે મળીને કન્ટ્રી ઓફ ઓરિજીન બેકરીનો પાયો નાખ્યો હતો. તેણે આ બિઝનેસમાં પોતાની જાતને સંપૂર્ણ ખપાવી દીધી હતી.
સંદલી આજે બે પુત્રોની માતા છે. તે છેલ્લે વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'તુમ બિન 2'માં જોવા મળ્યો હતો. આમાં તે સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળી હતી.