મહારાષ્ટ્રના CMના ઘરે ગણેશ વંદના માટે પહોંચ્યા સ્ટાર્સ, સલમાન-શાહરૂખ ખાનથી લઇને 'અનુપમા'એ કર્યા બાપ્પાના દર્શન
Stars At CM Eknath Shinde House: ગણપતિ મહોત્સવ નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે સ્ટાર્સનો મેળાવડો જામ્યો હતો. ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે શાહરૂખથી લઈને એલ્વિશ યાદવ સુધી સ્ટાર્સની ભીડ ઉમટી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીએમ એકનાથ શિંદેના ઘરે બિરાજમાન ગણપતિ બાપ્પાના દર્શન કરવા અનેક બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા
સુનીલ શેટ્ટી સીએમના ઘરે પહોંચ્યો અને હાથ જોડીને બાપ્પાની આરતીમાં ભાગ લીધો હતો.
સુનીલ શેટ્ટીની સાથે જેકી શ્રોફ પણ ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન જોવા મળ્યો હતો.
આ દરમિયાન શાહરૂખ-સલમાનથી લઈને એલ્વિશ યાદવ સુધીના દરેક લોકો બાપ્પાના ચરણોમાં માથું નમાવતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન સલમાન ખાન ગણપતિ બાપ્પાના દર્શન માટે સીએમ આવાસ પર પહોંચ્યો હતો જ્યાં તે ગણપતિજીની આરતી કરતો અને તેમને ફૂલ ચઢાવતો જોવા મળ્યો હતો.
શાહરૂખ ખાન પણ ત્યાં ગણપતિ બાપ્પાના દર્શન માટે પહોંચ્યો હતો. સલમાન અને શાહરૂખે એકબીજાને ગળે લગાવ્યા હતા.આ પછી શાહરૂખે પણ બાપ્પાના ચરણોમાં માથુ ઝૂકાવ્યું હતું
સલમાન ખાનની બહેન અર્પિતા અને તેના પતિ આયુષ શર્માએ પણ ગણપતિ બાપ્પાની આરતીમાં ભાગ લીધો હતો.
સલમાન જ્યારે બાપ્પાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની મુલાકાત રૂપાલી ગાંગુલી સાથે થઈ હતી. આ દરમિયાન સલમાને રૂપાલી તરફ જોયું અને સ્મિત કર્યું અને રુપાલીના પુત્રના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો હતો.વિદાય લેતી વખતે મુખ્યમંત્રીએ રૂપાલી ગાંગુલીને ગણપતિ બાપ્પાની મૂર્તિ અર્પણ કરી હતી.
આ દરમિયાન શહનાઝ ગિલ પણ બાપ્પાના દર્શન કરવા આવી હતી.
એલ્વિશ યાદવ પણ ગણપતિ બાપ્પાના દર્શન કરવા મુખ્યમંત્રીના ઘરે પહોંચ્યો હતો.