ODI World Cup Prize 2023 Money: ચેમ્પિયનથી લઇને ગૃપ સ્ટેજ સુધી, દરેક ટીમો પર થશે રૂપિયાનો વરસાદ, કરોડોમાં છે વર્લ્ડકપની પ્રાઇસ મની....
ICC ODI World Cup Prize 2023 Money: આગામી મહિને ક્રિકેટનો મહાકુંભ એટલે કે આઇસીસી ક્રિકેટનો વનડે વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે. આ વખતનો વર્લ્ડકપ ભારતમાં રમાશે, અને આ માટે આઇસીસી અને બીસીસીઆઇએ જબરદસ્ત તૈયારીઓ કરી લીધી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ વખતે વર્લ્ડકપમાં ઇનામી રકમો શું હશે અને કેવી રીતે મળશે. આ ઇનામી રકમો કરોડોમાં છે. જાણો અહીં વનડે વર્લ્ડકપ 2023 માટેની ઈનામી રકમની ડિટેલ્સ વિશે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં રમાનાર વનડે વર્લ્ડકપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્લ્ડકપ માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે.
ICCએ ઈનામની રકમ કરોડોમાં રાખી છે. ટાઈટલ જીતનારી ચેમ્પિયન ટીમ જ નહીં પણ ગ્રુપ સ્ટેજમાં મેચ જીતનારી ટીમોને પણ ભરપૂર પૈસા મળશે. ICC દ્વારા લગભગ 83.07 કરોડ ભારતીય રૂપિયા (10,000,000 USD)ની કુલ ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે.
આ ખિતાબ જીતનાર ચેમ્પિયન ટીમને અંદાજે 33.22 કરોડ ભારતીય રૂપિયા (4,000,000 USD) મળશે. જ્યારે રનર અપ ટીમને લગભગ 16.61 કરોડ ભારતીય રૂપિયા (2,000,000 USD) મળશે.
સેમિફાઇનલમાં હારનાર બંને ટીમોને અંદાજે 6.64 કરોડ ભારતીય રૂપિયા (800,000 USD) આપવામાં આવશે. તેનો અર્થ એ કે સેમી ફાઇનલિસ્ટ ટીમો પર કુલ આશરે 13.29 કરોડ ભારતીય રૂપિયા (1,600,000 USD) ખર્ચવામાં આવશે.
આ પછી ગ્રુપ સ્ટેજના સુપર-6 તબક્કામાં બાકી રહેલી ટીમોને લગભગ 83.09 લાખ ભારતીય રૂપિયા (100,000 USD) આપવામાં આવશે. સુપર-6 તબક્કામાં કુલ 4.98 કરોડ ભારતીય રૂપિયા (600,000 USD) ખર્ચવામાં આવશે.
અંતે, ગ્રુપ સ્ટેજની 45 મેચ જીતનાર તમામ ટીમોને 33.22 લાખ ભારતીય રૂપિયા (40,000 USD) આપવામાં આવશે. ICC ગ્રુપ સ્ટેજમાં કુલ 14.95 કરોડ ભારતીય રૂપિયા (1,800,000 USD) ખર્ચ કરશે.