Inside Photos: 7 સ્ટાર હોટલથી પણ વધુ શાનદાર છે, શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ગૌરીએ કર્યું છે ઇન્ટિરિયર, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો બંગલો મન્નત તેની લક્સરિના કારણે ચર્ચામાં રહે છે. ગૌરી ખાન પણ મન્નતને તેની ઇન્ટિરિયર સૂઝથી વધુ શાનદાર લૂક આપતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરૂખ ખાનનો બંગલો મન્નત કોઇ આલીશાન સેવન સ્ટાર હોટથી કમ નથી. તેમના બાથરૂમની તસવીર સામે આવી છે. જેને ફેન્સ લાઇક કરી રહ્યાં છે.
શાહરૂખ ખાનની એક્ટિંગની સાથે તેમનો બંગલો મન્નત પણ ચર્ચાંમાં રહે છે. આ બંગલાનું ઇન્ટિરિયર તેમની પત્ની ગૌરી અને કૈફ ફકીહે ડિઝાઇન કર્યું છે.
ગત વર્ષે ગૌરી ખાને લોકડાઉન દરમિયાન તેમના બંગલાનો વીડિયો શેર કર્યો હતો. ઘરનો સી વ્યૂહ આકર્ષક જોવા મળી રહ્યો છે.
AMA સેશન દરમિયાન શાહરૂખ ખાનના ફેન્સે તેમને સવાલ કર્યો હતો કે, શું મન્નત વેચવાનું છે? તેના જવાબમાં શાહરૂખ ખાને કહ્યું હતું કે, ‘ભાઇ મન્નત બિકતી નહી હૈ શિર ઝુકાવીને માંગવાની હોય છે’
એક ફેન્સે તેમને સેશન દરમિયાન મન્નતના એક રૂમની કિંમત પૂછી હતી. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ’30 વર્ષની મહેનત’
શાહરૂખ ખાનની પાસે મન્નત સિવાય દુબઇમાં પણ એક આલિશાન વિલા છે. દિલ્લીના પંચષશીલ પાર્કમાં પણ ખૂબસૂરત બંગલો છે.