MI vs RCB, IPL 2021: વિરાટની ટીમને મુંબઈ સામે જીતાડનારો હીરો હર્ષલ પટેલ છે ગુજરાતી, જાણો મૂળ ક્યાંનો છે?
IPL 2021ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે (RCB) મુંબઈ ઇન્ડિયન્સને (MI) 2 વિકેટે હરાવ્યું હતું. 160 રન ચેઝ કરતાં RCBએ અંતિમ બોલે ટાર્ગેટ ચેઝ કર્યો. વિરાટ કોહલીની ટીમ મેચ જીતી એમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હર્ષલ પટેલે (Harshal Patel) અગત્યની ભૂમિકા ભજવી હતી. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ લીધી હતી તેમજ અંતિમ બોલે ટીમને 1 રનની જરૂર હતી ત્યારે તેણે વિનિંગ રન માર્યો. કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, હર્ષલ બંને ટીમ વચ્ચેનું અંતર હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહર્ષલ પટેલનો જન્મ 23 નવેમ્બર, 1930ના રોજ સાણંદમાં થયો છે. તેના માતાનું નામ દર્શના પટેલ અને પિતાનું નામ વિક્રમ પટેલ છે. તે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. હર્ષલ પટેલ ડોમેસ્ટિકમાં હરિયાણા માટે રમે છે. તેણે 2019-20ની સીઝનમાં હરિયાણાની કપ્તાની કરતાં રણજી ટ્રોફીની 9 મેચમાં 52 વિકેટ લીધી હતી. ગયા વર્ષે તે IPLમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં હતો. આ વખતે તેને સીઝનમાં બેંગલોરે ટ્રેડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. IPLની 49 મેચમાં 51 વિકેટ ઝડપી છે.
હર્ષલ પટેલે ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલ્રાડ્, કૃણાલ પંડ્યા અને જેનસનની વિકેટ લીધી હતી. 20મી ઓવરના પ્રથમ બોલ પર કૃણાલ પંડ્યા અને પછીને બોલ પર પોલાર્ડને આઉટ કર્યો હત.. તે સમયે હેટ્રિકનો ચાન્સ પણ હતો પણ ચૂકી ગયો હતો. ચોથા બોલ પર જેનસનને આઉટ કર્યો હતો અને માત્ર એક જ રન આપ્યો હતો.
હર્ષલે અનકેપ્ડ પ્લેયર દ્વારા ત્રીજો શ્રેષ્ઠ બોલિંગ દેખાવ કર્યો હતો.. તેણે 27 રન આપીને 5 વિકેટ લીધી હતી. જેને લઈ તેને મોસ્ટ વેલ્યૂએબલ એસેટ ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. (તમામ તસવીર સૌજન્યઃ આઈપીએલ ટ્વીટર)