Shama Sikander એ પતિ જેમ્સ મિલિરૉનને આપી જન્મદિવસની શુભકામના, રોમેન્ટિક તસવીરો કરી શેર
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શમા સિકંદર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે 19 સપ્ટેમ્બરના રોજ શમાના પતિ જેમ્સ મિલિરોનનો જન્મદિવસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી એક્ટ્રેસ શમા સિકંદરે 14 માર્ચ, 2022ના રોજ ખૂબ જ ધામધૂમથી જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
જેમ્સના જન્મદિવસને ખાસ બનાવવા માટે શમાએ તેના માટે સુંદર તસવીરો શેર કરી છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
દરિયા કિનારે બેસીને આ કપલ એકબીજા સાથે રોમેન્ટિક પળો વિતાવતા જોવા મળ્યા હતા.
પતિ સાથેની અનેક તસવીરો શમા સિકંદરે શેર કરી છે.
આ પોસ્ટને શેર કરતા શમા સિકંદરે કેપ્શનમાં લખ્યું – હેપી બર્થડે લવ @જેમ્સ મિલિરોન…તમે એક સારા વ્યક્તિ છો.
શામ આગળ લખે છે કે- હું ખૂબ જ નસીબદાર છું કે તમે મારા જીવનમાં આવ્યા અને હું તમને દુનિયાની સામે મારો પોતાનો કહી શકું છું.
શમા સિકંદર અને જેમ્સ મિલીરોનના લગ્નની ઘણી તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
જેમ્સ મિલિરોન અને શમા સિકંદરની લવ સ્ટોરી વર્ષ 2014માં શરૂ થઈ હતી. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને પહેલી મુલાકાતમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.(તમામ તસવીરો:ઇન્સ્ટાગ્રામ)