Pics: સ્ટાર એક્ટ્રેસ Hansika Motwaniએ લગાવી પિયાના નામની મહેંદી, લગ્નવિધિમાં શરારા પહેરીને બની દુલ્હન
Hansika Motwani Mehendi Ceremony: એક્ટ્રેસ હંસિકા મોટવાણી જલદી લગ્નના બંધનમાં બંધાઇ જવાની છે. એક્ટ્રેસની લગ્નની વિધિ પણ શરૂ થઇ ચૂકી છે. જેની કેટલીક ખાસ ઝલક સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાણી (Hansika Motwani) જલદી પોતાના સપનાનોર રાજકુમાર સોહેલ કથુરિયાની સાથે લગ્ન કરવાની છે. તાજેતરમાં જ હંસિકા મોટવાણીની ફેમિલીએ મુંબઇમાં માતાની ચૌકી રાખી હતી. હવે એક્ટ્રેસના લગ્નના વિધિ શરૂ થઇ ચૂકી છે.
તાજેતરમાં જ એક્ટ્રેસ હંસિકા મોટવાણીની મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
તસવીરોમાં તમે જોઇ શકો છો કે હંસિકા મોટવાણીએ નારંગી અને પીળા રંગની ટાઇ-ડાઇ શરારા સૂટ પહેરેલો છે, આની સાથે જ તેને ઓક્સડાઇઝ ઝૂમકા કેરી કર્યા છે.
છુટ્ટા વાળ, લાઇટ બ્લશી મેકઅપની સાથે, હંસિકા મોટવાણીના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, હંસિકા મોટવાણી બિઝનેસમેન મંગેતર સોહેલ કથૂરિયા (Sohael Khaturiya)ની સાથે 4 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહી છે.
હંસિકા મોટવાણીએ તેના થનારા પતિ સોહેલને પેરિસમાં એફિલ ટાવરની સામે ખાસ અંદાજમાં પ્રપૉઝ કર્યુ હતુ.
કપલના લગ્ન જયપુરમાં મુન્દોતા ફૉર્ટ અને પેલેસમાં ગ્રાન્ડ લેવલ પર થવાના છે, હાલમાં ફેન્સ હંસિકા મોટવાણીની વેડિંગ સેરેમનીની વધુ ઝલક જોવા માટે ઉતાવળા છે.