Tejasswi Prakashના લેટેસ્ટ ફોટોશૂટે વધારી ફેન્સના દિલોની ધડકનો, 48 હજારની સાડીમાં દેખાઇ અપ્સરા જેવી સુંદર
Tejasswi Prakash Saree Look: હંમેશા પોતના ગ્લેમરસ અંદાજથી ફેન્સના દિલ જીતી લે છે, તાજેતરમાં જ તેજસ્વી પ્રકાશે સાડીમાં કેર વર્તાવ્યો છે, સાડી લૂકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTejasswi Prakash Photos: ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) આજકાલ કરણ કુન્દ્રાની સાથે લવ લાઇફના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ બન્નેએ એકસાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. વળી હવે તેજસ્વી પ્રકાશએ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
ખરેખરમાં, તેજસ્વી પ્રકાશે સાડીમાં કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર અને હૉટ લાગી રહી છે.
હંમેશા વેસ્ટર્ન લૂકમાં દેખાનારી તેજસ્વી પ્રકાશ આ વખતે ડીપનેક બ્લાઉઝની સાથે બ્લેક કલરની સાડીમાં દિલકશ પૉઝ આપતી દેખાઇ રહી છે.
તેજસ્વી પ્રકાશએ લેટેસ્ટ ફોટોશૂટમાં અંજલિ કંવરની ડિઝાઇન દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી સાડી પહેરી છે. જેની કિંમત 48 હજાર રૂપિયા છે.
વાત કરીએ તેજસ્વી પ્રકાશના લૂકની તો તેને સાડીમાં મેચિંગ ઇયરરિંગ્સ અને સેટલ મેકઅપ કર્યો છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
વળી,આ પહેલા તેજસ્વી પ્રકાશે કરણ કુન્દ્રાની સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં બન્ને સાથે દિવાળી સાથે સેલિબ્રેટ કરતાં દેખાયા હતા.
ઉલ્લેખનીય છે કે તેજસ્વી પ્રકાશના ફેન્સ તેને જલદી લગ્ન કરવાની આશા રાખી રહ્યાં છે. ફેન્સને આ કપલ ખુબ પસંદ આવી રહ્યું છે.