મહેસાણાના 84 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજનો નિર્ણય, DJ વગાડવા, જુગાર રમવા, વરઘોડો કાઢવા પ્રતિબંધ
વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ કુરિવાજો અને બદીઓ દૂર કરવા એક થયા છે. અને સમાજના વિકાસ માટે કુરિવાજોને તિલાંજલી આપવા એક બંધારણ બનાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appimage 2
જેમાં લગ્ન, મરણ કે અન્ય પ્રસંગો પાછળ થતા ખોટા ખર્ચા પર અંકુશ મૂકવા નિર્ણય કરાયો છે. સાથે જ સમાજના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે એક શૈક્ષણિક સંકુલ બનાવવાનો નિર્ણય કર્યો છે.
તેમજ લગ્ન અને સામાજિક પ્રસંગોમાં ખેલાતાં જુગારની બદી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સહિતના નિયમો બનાવી આગામી સમયમાં તેના પાલન માટેના પ્રયાસો હાથ ધરાયા છે.
જે કુરિવાજોને તિલાંજલિ અપાી તેમાં છે, લગ્ન સહિતના પ્રસંગોમાં ડીજે વગાડવાનું બંધ.
લગ્ન પ્રસંગે વરઘોડા બંધ. કોઈપણ સામાજિક પ્રસંગે ઓઢામણા પ્રથા બંધ, રોકડથી વ્યવહાર કરવો.ટ
મરણ પ્રસંગે ઘરધણી સિવાય બીજા કોઈએ સોળ લઈ જવી નહીં, અને મરણ પ્રસંગે ઘરધણી સિવાયનાએ માથે સાડી નાખવાની પ્રથા બંધ. તેના બદલે રોકડથી વ્યવહાર કરવો.
સમાજમાં ચાલતા કુરીવાજોને બંધ કરવા બાબત પત્ર.....