Tiger 3 Collection: વર્લ્ડવાઇડ મચી ગઇ 'ટાઇગર 3'ની ધૂમ, 6 દિવસોમાં જ 300 કરોડના ક્લબમાં સામેલ થઇ Salmanની ફિલ્મ
Tiger 3 Worldwide Box Office Collection: ટાઈગર 3ના વર્લ્ડવાઈડ બૉક્સ ઓફિસ કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 'ટાઈગર 3'નું નિર્દેશન મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિક્વલ છે. આ પહેલા 'એક થા ટાઈગર' અને 'ટાઈગર ઝિંદા હૈ' પણ રિલીઝ થઈ ચૂકી છે. હાલમાં ફિલ્મએ માત્ર 6 દિવસોમાં જ ધાંસૂ રેકોર્ડતોડ 300 કરોડની કમાણી કરી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદર્શકો છેલ્લા કેટલાય સમયથી 'ટાઈગર 3'ની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 19 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે પ્રથમ દિવસે ઘરેલુ બૉક્સ ઓફિસ પર 44 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.
આ ફિલ્મ માત્ર ઘરેલુ બૉક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ થઈ ગયા છે અને આ દિવસોમાં જ આ ફિલ્મ 300 કરોડના ક્લબનો હિસ્સો બની ગઈ છે.
સલમાન ખાનની સ્પાય થ્રિલર ફિલ્મે માત્ર 2 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મ 3 દિવસના કલેક્શન સાથે 200 કરોડ ક્લબનો હિસ્સો બની ગઈ છે.
તમને જણાવી દઈએ કે ઘરેલુ બૉક્સ ઓફિસ પર 'ટાઈગર 3'ની કમાણી દરરોજ ઘટી રહી છે. આમ છતાં આ ફિલ્મ વિશ્વભરમાં સારી કમાણી કરી રહી છે. જોકે, તે ડૉમેસ્ટિક બૉક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાની ક્લબનો પણ એક ભાગ બની ગઈ છે.
'ટાઈગર 3'ને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિક્વલ છે. આ પહેલા 'એક થા ટાઈગર' અને 'ટાઈગર ઝિંદા હૈ' પણ રિલીઝ થઈ ચૂકી છે.
અગાઉની બે સિક્વલની જેમ સલમાન ખાન 'ટાઈગર 3'માં અવિનાશ સિંહ રાઠોડના રૉલમાં જોવા મળે છે. કેટરિના કૈફ ઝોયાના રૉલમાં જોવા મળી છે.
ઈમરાન હાશ્મીએ 'ટાઈગર 3'માં વિલનની ભૂમિકા ભજવી છે. આ પહેલીવાર છે જ્યારે ઈમરાને નેગેટિવ રૉલ કર્યો છે. આ પહેલા અભિનેતા હીરો અથવા ગ્રે પાત્રો ભજવતો જોવા મળ્યો છે.