Rekha Birthday: જ્યારે બીજા લગ્ન પર રેખાએ આપ્યું હતું ચોંકાવનારુ નિવેદન, કહ્યુ- 'હું કોઇ મહિલા સાથે લગ્ન કેમ ના કરી શકું'
Rekha Birthday Special: એવરગ્રીન અભિનેત્રી રેખા આજે તેનો 69મો જન્મદિવસ ઉજવી રહી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તેમના જીવનના તે પાસાઓથી પરિચિત કરાવીશું. જ્યારે અભિનેત્રીએ પોતાના બીજા લગ્ન વિશે ખુલીને વાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેખા તે શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. જે ફિલ્મોથી દૂર રહીને પણ ચાહકોના દિલમાં વસે છે. આજે પણ ચાહકો તેની એક ઝલક મેળવવા ઉત્સુક હોય છે.
અભિનેત્રીએ પડદા પર ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હતી, પરંતુ તેનું અંગત જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હતું. જો કે, રેખા આ વિશે વાત કરવામાં ક્યારેય ડરતી નહોતી અને દરેક વખતે તે તેના અફેર, લગ્ન અને ફિલ્મો વિશે ખુલીને વાત કરતી હતી.
એકવાર જ્યારે રેખા અભિનેત્રી સિમી અગ્રવાલના શોમાં પહોંચી હતી. તો ત્યાં તેણે અમિતાભ બચ્ચન સાથેની તેની કેમેસ્ટ્રી વિશે તો વાત જ કરી પરંતુ તેના બીજા લગ્ન અંગે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
વાસ્તવમાં, શોમાં સિમીએ અભિનેત્રીને પૂછ્યું હતું કે શું તે ફરીથી લગ્ન કરશે? જેના પર રેખાએ કહ્યું, તમારો મતલબ પુરુષ છે? આ પછી સિમી કહે છે, દેખીતી રીતે સ્ત્રી નથી. ત્યારે રેખા કહે છે, કેમ નહીં?... પણ હું મારી જાતને, મારા પ્રોફેશન અને મારા લવ વન્સ સાથે લગ્ન કરી લીધા છે. હું એક પાગલ વ્યક્તિ નથી.
આ દરમિયાન જ્યારે સિમીએ રેખાને અભિનેતા અમિતાભ બચ્ચન વિશે પ્રશ્ન પૂછ્યો તો અભિનેત્રીએ પણ તેનો ખૂબ જ સુંદર જવાબ આપ્યો. સિમીએ પૂછ્યું હતું કે, શું તમે અમિતાભ બચ્ચનને પ્રેમ કરો છો?
તો આનો જવાબ આપતાં રેખાએ કહ્યું હતું કે, બિલકુલ છે. આ ખૂબ જ મૂર્ખ સવાલ છે. કારણ કે મને નથી લાગતું કે એવો કોઈ પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ હશે જે તેને પાગલની જેમ પ્રેમ ના કરે. તો પછી આ હું કેવી રીતે બચી શકું છું.?
ઉલ્લેખનીય છે કે એક સમય એવો હતો જ્યારે અમિતાભ બચ્ચન અને રેખાના સંબંધોને લઈને ઈન્ડસ્ટ્રીમાં ઘણી વાતો થતી હતી. બંને ઘણા વર્ષોથી એકબીજા સાથે રિલેશનશિપમાં પણ હતા. કહેવાય છે કે જ્યારે અમિતાભની પત્ની જયા બચ્ચનને આ વાતની ખબર પડી તો તેમણે રેખાને ઘરે બોલાવી અને તેમને અમિતાભથી દૂર રહેવાની સલાહ આપી હતી.