Drugs Case: અનન્યા પાંડેના ઘરે પહોંચેલી NCBની ટીમ એક્ટ્રેસના ઘરેથી કઇ-કઇ મોંઘી વસ્તુઓ સાથે લઇ ગઇ, જાણો
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે પોતાની સ્ટાઇલ અને કાતિલ અદાઓ માટે જાણીતી છે. પરંતુ હવે આ સુંદર હસીના પર ડ્રગ્સ કેસની તપાસની આંચ આવતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનન્યા પાંડેએ બહુજ ઓછા સમયમાં બૉલીવુડમાં પોતાના નામ કમાયુ છે. ફિલ્મોની સાથે તે ઘણીવાર મોટી મોટી બ્રાન્ડ્સને એન્ડોર્સ પણ કરે છે.
સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2થી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અનન્યા પાંડે યુવાઓની ચહેતી સ્ટાર છે. પરંતુ હવે તેને એનસીબીના સવાલોના સામનો કરવો પડશે.
રિપોર્ટ્સ અનુસાર, ડ્રગ્સ કેસમાં ફંસાયેલા આર્યન ખાનની વૉટ્સએપ ચેટમાં જો કોઇ બૉલીવુડ એક્ટ્રેસના નામનો ઉલ્લેખ હતો તો, આ નામ અનન્યા પાંડેનુ છે. આ પછી એનસીબીએ તેની પુછપરછનો ફેંસલો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આર્યન ખાને અનન્યા પાંડે સાથે ડ્રગ્સને લઇને ચેટ કરી હતી.
આજે નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોની ટીમે ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા, એનસીબી ટીમ તપાસ દરમિયાન અનન્યા ઘરેથી ફોન, લેપટૉપ અને ઇલેક્ટ્રૉનિક ડિવાઇસીસને જપ્ત કરી લીધા અને સાથે લઇ ગઇ હતી.
અનન્યા પાંડે અને આર્યન ખાન સારા દોસ્તો છે. આ ચેટમાં તેના ઉપરાંત આર્યનની બહેન સુહાના ખાનનુ પણ નામ સામેલ છે.
અનન્યા પાંડે બૉલીવુડ એક્ટર ચંકી પાંડેની દીકરી છે, તે સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2 ઉપરાંત કાર્તિક આર્યનની સાથે ફિલ્મ પતિ-પત્ની ઔર વોમાં પણ કામ કરી ચૂકી છે.
અનન્યા પાંડે સોશ્યલ મીડિયા પર ખુબ પૉપ્યૂલર છે. બહુજ ઓછા સમયમાં તેની જબરદસ્ત ફેન ફોલોઇંગ બની ગઇ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 20 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડે સાઉથ સ્ટાર વિજય દેવરકોન્ડાની સાથે ફિલ્મ 'લિગર'માં કામ કરી રહી છે. આ ઉપરાંત તે અર્જૂન વૉરેની ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં પણ કામ કરી રહી છે.
અનન્યા પાંડે સોશ્યલ મીડિયા પર ખુબ પૉપ્યૂલર છે