ઈરફાન ખાનના અંતિમ દર્શન કરવા માટે કોણ-કોણ હોસ્પિટલે પહોંચ્યું? જુઆ રહી ખાસ તસવીરો
લંડનથી આવ્યા બાદ ઈરફાન ઘણીવાર રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં જતો હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિને જગતમાં પોતાના યોગદાન માટે ઇરફાન ખાનને ઘણાં મોટા એવોર્ડ મળ્યા હતા.
ઇરફાન ખાનને 2011માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ 2012માં તેમને ફિલ્મ પાન સિંહ તોમર માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.
ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું હાલમાં જ રાજસ્થાનમાં નિધન થયું હતું પરંતુ લોકડાઉનના કારણે ઈરફાન પોતાની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યો નહોતો. આ સ્થિતિમાં તેણે વીડિયો કોલથી માતાના અંતિમ દર્શન કર્યા હતા.
નોંધનીય છે કે, ઈરફાન ખાન વર્ષ 2018માં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડિત હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર તેમણે લંડનમાં કરાવી હતી.
ઈરફાનના મોત બાદ સમગ્ર બૉલિવૂડમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર, ઈરફાનને સીધા જ હોસ્પિટલમાંથી કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે જ્યાં તેમનું સુપુર્દ-એ-ખાક કરાશે.
મુંબઈ: લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહેલા બૉલિવૂડ એક્ટર ઈરફાન ખાનનું નિધન થઈ ગયું છે. તેમને મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે જ તેમને આઈસીયૂમાં ભર્તી કરવામાં આવ્યા હતા.
લૉકડાઉનના કારણે તેનો મૃતદેહ ઘરે લઈ જવાની અનુમતિ નથી, એવામાં પરિવાર અને સંબંધીઓ તમામ ઈરફાનના અંતિમ દર્શન માટે હોસ્પિટલ પહોંચ્યા છે.
(તમામ તસવીર-માનવ મંગલાની)
- - - - - - - - - Advertisement - - - - - - - - -