Summer Fashion : સમર સિઝન માટે એકદમ કૂલ અને કમ્ફર્ટ છે સુહાનાના આ 7 વેસ્ટર્ન લૂક
બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનની રાજકુમારી સુહાના ખાન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તેનો દરેક લૂક સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરે છે. આજે અમે તમને તેના આવા 7 લુક્સ બતાવીએ છીએ જેને કોલેજ ગોઇંગ ગર્લ ટ્રાઇ કરી શકે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે સ્કિની છો અને તમારા ફિગરને ફ્લોન્ટ કરવા માંગો છો, તો તમે આ પ્રકારના બોડી હગિંગ પ્લેન લોન્ગ ડ્રેસ પહેરી શકો છો, જેનાથી તમારું ફિગર એકદમ કર્વી દેખાઈ શકે છે.
ઉનાળામાં શોર્ટ્સ અને ટોપ ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આવી સ્થિતિમાં તમે બ્લુ કલરના શોર્ટ્સ સાથે બ્લેક કલરનું સ્લીવલેસ ટોપ કેરી કરી શકો છો. તેની સાથે પોનીટેલ બનાવીને તમારી જાતને કૂલ અને કમ્ફર્ટ લુક આપો.
આ પ્રકારનું ટ્યુબ ટોપ અને ડેનિમ પણ તમને સમરમાં ખૂબ જ સ્ટાઇલિશ લુક આપશે. આ સાથે, તમે તમારા ગળામાં એક નાની ચેન કેરી કરીને લૂકને કમ્પલિટ કરી શકો છો.
આ રીતનું પોલ્કા ડોટ ડ્રેમ પણ પાર્ટી માટે કેરી કરી શકો છો. સુહાનાએ વ્હાઇટ પોલ્કા ડોટ વાળી હોલ્ટર નેક ડ્રેસ કેરી કરી છે.
સમરમાં વ્હાઇટ કલર કૂલ અને કમ્ફર્ટચ લૂક આપે છે. આવી સ્થિતિમાં, જો તમે બીચ વેકેશન પર જઈ રહ્યા છો, તો સુહાના ખાનની જેમ, તમે આવા સફેદ રંગના કોટન હોલ્ટર નેક ડ્રેસ પ્રીફર કરી શકો છો, જે તમને ખૂબ જ સ્ટાઇલિશ અને સ્ટનિંગ લૂક આપશે.
આ પ્રકારના સ્મોલ પ્રિન્ટેજ ની લેન્થ ડ્રેસ સમરમાં ખૂબ જ કમ્ફર્ટ રહે છે. આ સ્ટાઇલ આપ કૉલેજ અથવા ઑફિસમાં પણ ટ્રાય કરી શકો છો.
આ દિવસોમાં ક્રોપ ટોપ અને જીન્સનો ટ્રેન્ડ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આપ મે વાદળી રંગના ડેનિમ સાથે કાળા રંગના સંપૂર્ણ સ્લીવ્ઝ ક્રોપ ટોપને કેરી કરો સમરમાં આ ડ્રેસિંગ પણ કમ્ફર્ટ અને કૂલ લૂક આપશે.