'શાકા લાકા બૂમ બૂમ'ના તમામ પાત્રો હવે કેવા લાગે છે? તે સમયના અને હવેના ફોટા જોઈને તમે ઓળખી નહીં શકો
Shaka Laka Boom Boom Star Cast: જો તમારો જન્મ 90ના દાયકામાં થયો હોય, તો તમે શક લાકા બૂમ બૂમની જાદુઈ પેન્સિલથી પરિચિત હશો. એક સમય હતો, જ્યારે દરેક બાળક કોમેડી-ડ્રામા સિરિયલ 'શકા લાકા બૂમ બૂમ' જોવા માટે ઉત્સાહિત હતું. 2000માં ડીડી નેશનલ પર શરૂ થયેલા આ શોનું દરેક પાત્ર લોકોના દિલમાં વસે છે. શોના સ્ટાર્સ હવે મોટા થઈ ગયા છે, જેને ઓળખવા મુશ્કેલ છે. આવો અમે તમને શાકા લાકા બૂમ બૂમના પાત્રોની તે સમયની અને હવેની તસવીરો બતાવીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશોમાં સંજુનું પાત્ર ભજવનાર કિંશુક વૈદ્ય 10 વર્ષ પછી અભિનયની દુનિયામાં પરત ફરવા જઈ રહ્યો છે. સંજુના રોલમાં તેને ઘણી ખ્યાતિ મળી હતી.
આ શોમાં હંસિકા મોટવાણીએ કરુણાનું પાત્ર ભજવ્યું હતું. હવે તે સાઉથ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે અને પોતાના ગ્લેમરસ અવતારથી લોકોને આકર્ષી રહી છે.
શોમાં ટીટોના નામથી પ્રખ્યાત મધુર મિત્તલ મનોરંજન ઉદ્યોગમાં જાણીતું નામ બની ગયું છે. ટીવી સીરિયલ્સ સિવાય તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાંથી એક સુપરહિટ ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' છે.
'શકા લાકા બૂમ બૂમ'ના ઝુમરુ એટલે કે આદિત્ય કાપડિયાએ 'એક અન્ય સે કરતે હમ', 'બડે અચ્છે લગતે હૈં', 'અદાલત' સહિત અનેક સિરિયલોમાં કામ કર્યું છે.
image 6
image 7