Jio World Christmas Party Pics: બાળકોની પાર્ટીમાં કુલ લુકમાં પહોંચી મીરા રાજપૂત, મિની સ્કર્ટમાં ક્યૂટ લાગી અક્ષયની લાડલી, જુઓ તસવીરો
અંબાણી પરિવારના Jio વર્લ્ડમાં 20 ડિસેમ્બરે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે. સાનિયા મિર્ઝા પોતાના પુત્ર સાથે આ શાનદાર પાર્ટીમાં હાજરી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પાર્ટીમાં લોકપ્રિય ટીવી એક્ટર શબ્બીર આહલુવાલિયા પણ તેની સુંદર પત્ની અને બે બાળકો સાથે પહોંચ્યા હતા
અભિનેત્રી નેહા ધૂપિયા પણ તેના બે બાળકો અને પતિ અંગદ બેદી સાથે ક્રિસમસ પાર્ટી એન્જોય કરવા પહોંચી હતી.
આ દરમિયાન નેહા ધૂપિયા પણ તેની મિત્ર સાનિયા મિર્ઝા સાથે પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી.
વેબ સિરીઝ મિર્ઝાપુર ફેમ અભિનેત્રી શ્વેતા ત્રિપાઠી પણ તેના પતિ સાથે પાર્ટીમાં સામેલ થઈ હતી.
અક્ષય કુમારની પ્રિય પુત્રી નિતારા પણ Jio વર્લ્ડની ક્રિસમસ પાર્ટીમાં સામેલ થઈ હતી. જે આ દરમિયાન મિની સ્કર્ટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
આ પાર્ટીમાં લાંબા સમયથી ફિલ્મોથી ગાયબ અભિનેતા ફરદીન ખાન પણ જોવા મળ્યો હતો. જેઓ પોતાના બાળકો સાથે અહીં પહોંચ્યા હતા.
અભિનેતા શરદ કેલકર પણ પુત્રી સાથે ક્રિસમસ પાર્ટી માણવા પહોંચ્યા હતા.
પાર્ટીમાં અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ તેના બે બાળકો સાથે પહોંચી હતી. જે આ દરમિયાન શાનદાર લુકમાં જોવા મળી હતી.
અભિનેત્રી સોહા અલી ખાને પણ તેની રાજકુમારી ઇનાયા સાથે ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપી હતી.
બોલિવૂડનું ક્યૂટ કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા પણ પોતાના બાળકો સાથે ક્રિસમસ પાર્ટી એન્જોય કરવા પહોંચ્યા હતા.