Pics: બ્લેક બેકલેસ ડ્રેસ પહેરીને અનિલ કપૂરની 'દીકરી'એ આપ્યા એકદમ બિન્દાસ પૉઝ, જુઓ Prajakta Koliની તસવીરો........
Prajakta Koli Photos: યુટ્યૂબરથી બૉલીવુડમાં એક્ટ્રેસ બની ચૂકેલી પ્રજાક્તા કોળીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે. જુઓ પ્રજાક્તાનો નવો અવતાર.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુટ્યૂબરથી બૉલીવુડ સુધીની સફર કરી ચૂકેલી પ્રજાક્તા કોળી આજે દરેકના દિલમાં વસી ગઇ છે. લાખો ફેન્સ તેને ફોલો કરી રહ્યાં છે. તેની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.
પ્રજાક્તા કોળીએ તાજેતરમાં જ બૉલીવુડની દુનિયામાં પગ મુક્યો છે, આ પહેલા તે યુટ્યૂબની દુનિયામાં મોટો ચહેરો બની ગઇ હતી.
પ્રજાક્તા કોળી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
પ્રજાક્તા કોળીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક કલરના બેકલેસ આઉટફિટમાં એકદમ ગ્લેમરસ દેખાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રજાક્તા કોળીએ હાલમાં વરુણ ધવન અને કિયારા અડવાણીની ફિલ્મ 'જુગ જુગ જિયો'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ છે.
'જુગ જુગ જિયો'માં પ્રજાક્તા કોળીએ અનિલ કપૂરની દીકરી અને વરુણ ધવનની નાની બહેનનો રૉલ નિભાવ્યો છે.
બૉલીવુડમાં ડેબ્યૂ બાદ પ્રજાક્તા કોળીની ફેન ફોલોઇંગ પણ ઝડપથી વધવા લાગી છે.