Adah Sharma Relationship: એકતરફી પ્રેમમાં છે અદા શર્મા ? રિલેશનશીપને લઇને બોલી - 'હું તો પ્રેમમાં છું પરંતુ......'
Adah Sharma Relationship: સ્ટાર એક્ટ્રેસ અદા શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે, અદા શર્મા પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ સિક્રેટિવ રહે છે, અને તાજેતરમાં જ તેને એક મોટો ખુલાસો કર્યો છે કે તે ડેટ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની પર્સનલ લાઇફને લઇને અદા શર્માએ કહ્યું- હું બહુજ વધુ સીક્રેટિવ છું અને કોઇને પણ ખબર ન પડતી કે હું કોઇને ડેટ કરી રહી છું કે નહીં.
એટલુ જ નહીં અદા શર્માએ કહ્યું કે તેના તરફથી તે પ્રેમ કરે છે પરંતુ સામે વાળાના દિલમાં શું છે, તે તેને નથી ખબર. અદા શર્મા કહે છે - તો મારી તરફથી પ્રેમ છે, તે વ્યક્તિની તરફથી મને વાસ્તવમાં યકીન નથી.
જ્યારે તેને પુછવામાં આવ્યુ કે વસ્તુઓ કૉમ્પ્લીકેટેડ છે, તો તેને કહ્યું- આ કૉમ્પલીકેટેડ નથી, હું પોતાની તરફથી ખુલ્લમ ખલ્લી વાત કહી રહી છું હું એક રિલેશનશીપમાં છું, અને મને વિશ્વાસ છે કે આ એક સારી વાત છે.
આને લઇને અદા શર્માએ કહ્યું કે તેના દોસ્તો જાણે છે કે તેના માટે છુપાવવુ ખુબ મુસ્કેલ છે. તેમને કહ્યું કે તેનો દોસ્ત તરતજ સમજી જશે કે તે કોના વિશે વાત કરી રહી છે.
અદા શર્મા કહ્યું- પોતાના દોસ્તો સાથે જ મને જાણે છે, હું છુપાવી નથી શકતી, જે ક્ષણે હું તે છોકરા વિશે વાત કરી રહી છું, તેને ખબર પડી જશે. તે મારી આંખોમાં જોઇ શકે છે. જોકે, હું વસ્તુઓને લઇને બહુજ ગોપનીય અને સુરક્ષાત્મક છું, હું આને છુપાવીને રાખુ છુ અને દરેક વસ્તુઓને નકારુ છું.
વળી, જ્યારે તેની સાથે લગ્ન વિશે મે સવાલ કર્યો તો તેને કહ્યું કે, તે ઘણીવાર પડદા પર દુલ્હન બન્યા બાદ, તેને વિશ્વાસ નથી થતો કે તે એક દુલ્હનના રૂપમાં સામે આવશે.
તેને કહ્યું- વાસ્તવિક જીવન મને નથી લાગતુ કે મારા લગ્ન થશે. હાલના સમયમાં મને નથી ખબર કે મારે લગ્ન કરવાના છે કે નહીં.
અદા શર્મા