જેની સુંદરતા જોઇને ફિદા થઈ જશો તમે, જાણો કોણ છે દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી jodie comer
જોડી કોમર એક બ્રિટિશ અભિનેત્રી છે. BBC અમેરિકાની જાસૂસી થ્રિલર કિલિંગ ઈવ (2018-2022)માં વિલનની ભૂમિકા ભજવીને જોડી કોમર ચર્ચામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોડી કોમરે ફિલ્મ કિલિંગ ઈવમાં ખલનાયકની ભૂમિકા ભજવવા માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે બ્રિટિશ એકેડેમી ટેલિવિઝન એવોર્ડ અને ડ્રામા શ્રેણીમાં બેસ્ટ અભિનેત્રી માટે પ્રાઇમટાઇમ એમી એવોર્ડ જીત્યો હતો.
જોડી કોમરનો જન્મ 11 માર્ચ 1993ના રોજ લિવરપૂલ મર્સીસાઇડ ઈંગ્લેન્ડ યુકેમાં થયો હતો. જોડી કોમરના માતા-પિતાનું નામ ડોના કોમર અને જેમ્સ કોમર છે.
લિવરપૂલમાં જન્મેલી અને ઉછરેલી જોડી કોમરે 2008માં ધ રોયલ ટુડેના એપિસોડથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. શોમાં જોડી કોમરે કેમિયો રોલ કર્યો હતો.
ઘણા ટેલિવિઝન શોમાં દેખાયા પછી જોડી કોમરે E4 કોમેડી-ડ્રામા શ્રેણી માય મેડ ફેટ ડાયરી (2013–2015) અને બીબીસી વન ડ્રામા શ્રેણી ડોક્ટર ફોસ્ટર (2015–2017) માં અભિનય કર્યો.
બ્રિટિશ અભિનેત્રી જોડી કોમરને દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી કહેવામાં આવે છે. જોડી કોમરને તેના ચહેરાના 94.52 ટકા ગોલ્ડન રેશિયો માટે 94.52 ટકા માટે દુનિયાની સૌથી સુંદર મહિલા કહેવામાં આવે છે
ડિસેમ્બર 2018માં બ્રિટિશ વોગ મેગેઝિને જોડી કોમરને તેમની 2018ની સૌથી પ્રભાવશાળી છોકરીઓની યાદીમાં સામેલ કરી હતી