સુંદરતામાં આ બોલિવૂડ એક્ટ્રેસને પણ માત આપે છે નેતાઓની આ પત્નીઓ, જુઓ તસવીરો
નેતાઓ આમ તો ચૂંટણી સભામાં એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જોવા મળે છે પરંતુ તે તેમની પર્સનલ લાઇફ વિશે ભાગ્યે જ કંઇ શેર કરે છે. આજે પાંચ જાણીતા નેતાની ખૂબસૂરત પત્ની વિશે વાત કરીશું. ખૂબસૂરતીના મામલે આ નેતાઓની પત્નીએ બોલીવૂડની અભિનેત્રીને પણ માત તેવી સુંદરતા ધરાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યોતિરાદિત્યની પત્ની પ્રયદર્શની રાજે સિંધિયા- પ્રિયદર્શિની તેની સુંદરતા માટે ફેમસ છે. પોતાની સુંદરતાના કારણે ફેમિનાએ તેને દેશની 50 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં સ્થાન અપાવ્યું. પ્રિયદર્શિની બરોડાના ગાયકવાડ પરિવારની રાજકુમારી છે.
અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ- કન્નૌજથી સમાજવાદી પાર્ટીના સાંસદ, ડિમ્પલ યાદવ તેના દયાળુ અને સરળ સ્વભાવ માટે જાણીતા છે. રાજનીતિમાં ડિમ્પલ યાદવ બ્યુટી વિથ બ્રેઈનના બિરુદથી જાણીતા છે.
સચિન પાયલટની પત્ની સારાહ અબ્દુલ્લા- કોંગ્રેસ નેતા સચિન પાયલટની પત્ની સારા અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની પુત્રી છે. સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાની લવસ્ટોરી પણ ખૂબ જ અદભૂત છે.
મિલિંદ દેવરાની પત્ની પૂજા શેટ્ટી મહારાષ્ટ્રના યુવા નેતા મિલિંદ દેવરાના પત્ની પૂજા શેટ્ટી દેવરાના લગ્ન વર્ષ 2008માં થયા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે પૂજા શેટ્ટી એક ફિલ્મ પ્રોડ્યુસર પણ છે.
દિગ્વિજય સિંહની પત્ની અમૃતા રાય- અમૃતા રાય વ્યવસાયે એન્કર અને પત્રકાર છે. આપને જણાવી દઈએ કે અમૃતા રાયે તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા બાદ 2015માં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સાથે લગ્ન કર્યા હતા. દિગ્વિજય સિંહ અને અમૃતા રાયની ઈન્ટીમેટ તસવીરો પણ સોશિયલ મીડિયા પર લીક થઈ હતી.