કંગનાથી લઇને ઋત્વિક રોશન સુધીના આ ફિલ્મ સ્ટારો, ફિલ્મ સાઇને કરતા પહેલા આવી વિચિત્ર વસ્તુઓની કરે છે માંગ, જાણો......
મુંબઇઃ બૉલીવુડમાં કેટલાય એવા સેલેબ્સ છે, જેમને ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે તમામ લોકોની ફિલ્મો બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. ઋત્વિક રોશન, કંગના રનૌત, અક્ષય કુમાર જેવા એક્ટર્સ ફિલ્મ સાઇન કરતા પહેલા કેટલીય વિચિત્ર માંગો કરે છે, જેથી આગળ જઇને તેમને કોઇ પરેશાન નો સામનો ના કરવો પડે. આવો જાણીએ તેમની માંગો વિશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગના રનૌત પોતાના ઓફિશિયલ કામોના આસિસ્ટન્ટ રાખે છે, તે પોતાની ટીમના સૂચન પર જ કોઇ ફેંસલો લે છે.
એવુ કહેવાય છે કે ઋત્વિક રોશન શૂટિંગ દરમિયાન શહેરમાં સૌથી સારા જિમની શોધ કરે છે, અને પોતાની બૉડીને ફિટ રાખવા માટે એક પર્સનલ ટ્રેનરની સાથે સફર કરે છે.
અક્ષય કુમાર પરિવાર સાથે વધુમાં વધુ સમય વિતાવવા માંગે છે, આ કારણે તે રવિવારે ક્યારેય કામ નથી કરતો.
સોનાક્ષી સિન્હા ઓનસ્ક્રીન કિસિંગ સીન શૂટ નથી કરતી, તે આમ કરવુ યોગ્ય નથી સમજતી.
ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ખાન એ વાતને ધ્યાનમાં રાખે છે કે લૉ એન્ગલ શૉટ ના હોય, કેમકે જ્યારે શૉટ આ રીતે લેવામાં આવે છે તો તે ખુદને અસહજ અનુભવે છે.