ટી20 વર્લ્ડકપમાં આ પાંચ બેટ્સમેનોએ ફટકાર્યા છે સૌથી વધુ છગ્ગા, લિસ્ટમાં એક જ છે ભારતીય, જાણો.........
નવી દિલ્હીઃ આગામી મહિનાઓ હવે ક્રિકેટનો મહાકુંભ ટી20 વર્લ્ડકપ શરૂ થવા જઇ રહ્યો છે. ક્રિકેટ રમતા દરેક દેશો પોતાની બેસ્ટ ટીમ માટે સિલેક્શન કરી રહ્યાં છે. અત્યાર સુધી રમાયેલા ટી20 વર્લ્ડકપમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેનો દબદબો હજુ પણ યથાવત છે. ક્રિકેટના આ નાના ફોર્મેટમાં ઝડપથી રન કરનારા બેટ્સમેનો ફેન્સને વધુ પસંદ આવી રહ્યાં છે, કેટલાક ખેલાડીઓ એવા છે જેમને સિક્સર કિંગ ગણવામાં આવી રહ્યાં છે. આઇસીસીએ વર્ષ 2007થી ટી20 વર્લ્ડકપની શરૂઆત કરી હતી. અમે તમને અહીં એવા પાંચ બેટ્સમેનો વિશે માહિતી આપી રહ્યાં છીએ જેમને ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1# ક્રિસ ગેલ- વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર છે, ગેલના નામે ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી કુલ 60 છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેલને ટી20નો બાદશાહ પણ કહેવામાં આવે છે.
2# યુવરાજ સિંહ- યુવરાજ સિંહ સિંક્સર કિંગના નામથી જાણીતો ભારતનો સ્ટાર બેટ્સમેન છે, યુવરાજે તોફાની બેટિંગ કરતા ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 33 છગ્ગા ફટકારી દીધા છે. સૌથી વધુ ટી20 વર્લ્ડકપમાં છગ્ગા ફટકારનારો એકમાત્ર ભારતીય ખેલાડી છે.
3# શેન વૉટસન- ઓસ્ટ્રેલિયાનો પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર શેન વૉટસન આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે, વૉટસને ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 31 છગ્ગા ફટકાર્યા છે. તેને છેલ્લે 2016નો ટી20 વર્લ્ડકપ રમ્યો હતો.
4# એબી ડિવિલિયર્સ- ક્રિકેટમાં મિસ્ટર 360 ડિગ્રીના નામથી જાણીતો એબી ડિવિલિયર્સ પણ આ લિસ્ટમાં સામેલ છે. એબી ડિવિલિયર્સે પોતાની ક્રિકેટ કેરિયરમાં ટી20 વર્લ્ડકપમાં કુલ 30 છગ્ગા ફટકાર્યા છે.
5# મહેલા જયવર્ધને- શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને પોતાના ક્લાસ માટે જાણીતો છે. પરંતુ મોકો મળે ત્યારે મોટા મોટા શૉટ્સ પણ ફટકારે છે. તેને ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી કુલ 25 છગ્ગા ફટકાર્યા છે.