કરણ જોહરે આ એક્ટરને ફિલ્મ ‘દોસ્તાના -2’માંથી હટાવ્યો, હવે પછી ક્યારેય તેની સાથે કામ ન કરવાનો કર્યો નિર્ણય, જાણો શું છે કારણ
‘પ્યાર કા પંચનામા’થી લોકપ્રિય બનેલો એક્ટર કાર્તિક આર્યન એક લાંબા સંઘર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે અને હાલમાં મોટો મોટા ફિલ્મ નિર્માતા અને નિર્દેશકો તેની સાથે કામ કરી રહ્યાં હતા. કાર્તિકનું સપનું હતું કે, તે ક્યારેક કરણ જોહર સાથે પણ કામ કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્તિકને ધર્મા પ્રોડક્શનની ફિલ્મ દોસ્તાના-2માં તક મળી હતી પરંતુ તેમાંથી તેને હટાવી દેવામાં આવ્યો છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શને ફિલ્મ દોસ્તાના-2 માંથી કાર્તિક આર્યનને હટાવી દીધો છે. અને તેની સાથે હવે ભવિષ્યમાં ક્યારેય સાથે કામ ન કરવાનો નિર્મણ કર્યો છે.
ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલા એક શખ્સે એબીપી ન્યૂઝને જાણકારી આપતા જણાવ્યું કે, કરણ જોહરે કાર્તિકને ‘દોસ્તાના-2’ માંથી હટાવી દીધો છે અને ભવિષ્યમાં તેની સાથે ક્યારેય કામ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
અંતિમ સ્ટેજમાં પહોંચી ચૂકેલી ફિલ્મમાં પોતાના લીડ એક્ટર કાર્તિક આર્યનને ફિલ્મમાં થી હટાવવુનં શું છે કારણ ?
આ સાવલ પર એબીપીના સૂત્રએ જણાવ્યું કે, કાર્તિકના અનપ્રોફેશન વર્તન અને ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને ક્રિએટિવ મતભેદ હોવાના કારણે તેને ફિલ્મમાંથી કાઢવાનું મુખ્ય કારણ છે.
તેણે વધુમાં જણાવ્યું કે, દોઢ વર્ષ બાદ કાર્તિન આર્યનને સમજ પડી કે 'દોસ્તાના 2' ની સ્ક્રિપ્ટમાં અનેક ખામી છે અને તે તેમાં પરિવર્તન ઇચ્છે છે ? કાર્તિકની વર્તણૂકને જોતાં હવે ધર્મા પ્રોડક્શને ક્યારેય તેની સાથે આગળ કામ ન કરવાનું પણ નક્કી કર્યું છે.
જો કે, ધર્મા પ્રોડક્શને આ વાતની જાહેરાત કરી નથી કે, લીડ એક્ટર તરીકે કાર્તિકની જગ્યાએ કોને લેશે.
ઉલ્લેખીય છે કે, કાર્તિક આર્યન, જાન્હવી કપૂર અને ડેબ્યૂટંટ લક્ષ્ય લાલવાની સ્ટારર ‘દોસ્તાના 2’ની અત્યાર સુધી માત્ર 20 દિવસ જ શૂટિંગ થઈ છે. કોરોના મહામારીના કારણે ફિલ્મનું શૂટિંગ ગત વર્ષે શૂટિંગ બંધ રહ્યું હતું.