Khatron Ke Khiladi 11: કેપટાઉન પહોંચીને મસ્તી કરી રહ્યાં છે કન્ટેસ્ટન્ટ, વાયરલ થઇ તસવીરો
મુંબઇઃ ટીવીના હીટ શૉ 'ખતરો કે ખિલાડી 11'ની શરૂઆત જલ્દી થવાની છે. સ્ટન્ટ પર આધારિત આ રિયાલિટી શૉનો ઇન્તજાર ફેન્સ લાંબા સમયથી કરી રહ્યાં છે. શૉનુ શૂટિંગ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં થશે. કન્ટેસ્ટન્ટ પણ કેપટાઉન પહોંચી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીંથી કન્ટેસ્ટન્ટની મસ્તી કરતી કેટલીક તસવીરો પણ સામે આવી છે. શૂટિંગ થવાની સાથે સાથે મસ્તી પણ શરૂ થઇ ગઇ છે. અહીં બધા ચિલ કરતા દેખાઇ રહ્યાં છે.
એક્ટ્રેસ અનુષ્કા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. આમાં તે કેપટાઉનમાં એકેલી કેટલોક સમય વિતાવી રહી છે. ફેન્સ તેની આ તસવીર જોઇને ક્રેઝી થઇ ગયા છે.
દિવ્યાંકા ત્રિપાઠીની આ સેલ્ફી આજકાલ ટ્રેન્ડિંગમાં છે. આમાં આસ્થા ગિલ અને શ્વેતા તિવારીને પણ જોઇ શકાય છે.
રાહુલ વૈદ્યે સના મકબૂલ અને નિક્કી તંબોલીની સાથે એક સેલ્ફી શેર કરી છે. આમાં તેને ફેન્સને જણાવ્યુ કે આખી સ્ક્વૉડ કેપટાઉન પહોંચી ચૂકી છે.
તસવીરમાં અર્જૂન બિજલાની, આસ્થા ગિલ, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી અને સના મકબૂલ દેખાઇ રહી છે. તસવીરમાં તમામની બોન્ડિંગ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
આ તસવીરમાં શ્વેતા તિવારી, વિશાલ આદિત્ય સિંહ, રાહુલ વૈદ્ય અને નિક્કી તંબોલીને જોઇ શકાય છે. તમામ કન્ટેસ્ટન્ટ સાથે આખુ શહેર ફરી રહ્યાં છે.